Surat: C.R. પાટીલના ખાસ ક્યા નેતાનાં પત્નિ નિમાયાં જાહેર બાંધકામ સમિતીનાં ચેરમેન ? જાણો તમામ સમિતીના ચેરપર્સન્સનાં નામ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 120 બેઠકો છે કે જેમાંથી ભાજપના 93 અને આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર છે.
સુરતઃ ભાજપ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માટે અલગ અલગ સમિતીના હોદ્દેદારો નિમાયા છે. આ હોદ્દેદારોમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અત્યંત નજીકના ભૂતપૂર્વ કોર્પોરેટર છોટુભાઈ પાટીલનાં પત્નિ શ્રીમતી રોહિનીબેન છોટુભાઈ પાટીલ જાહેર બાંધકામ સમિતિનાં ચેરપર્સન નિમાયાં છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે ઘેમરભાઈ દેસાઈની વરણી થઈ છે. ભાજપ દ્વાર અલગ અલગ સમિતીઓમાં ચેરમેન તથા વાઈસ ચેરમેન તરીકે કોર્પોરેટર્સની નિમણૂક કરાઈ છે.
આ ઉપરાંત અન્ય સમિતીઓમાં ટી.પી. સમિતિના ચેરમેન તરીકે કનુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સોમનાથભાઈ મરાઠેની વરણી થઈ છે. ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે વિક્રમ પોપટ પાટીલ અને વાઇસ ચેરપર્સન તરીકે શ્રીમતી જયશ્રીબેન વરિયાની વરણી કરાઈ છે. આરોગ્ય સમિતિના ચેરપર્સન તરીકે શ્રીમતી દર્શીનીબેન કોઠીયા જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજયકુમાર ચૌમલની નિમણૂક કરાઈ છે. ગૃહ નિર્માણ અને ગાર્ડન સમિતિના ચેરપર્સન તરીકે શ્રીમતી રેશ્માબેન લાપસીવાળા અને વાઇસ ચેરપર્સન શ્રીમતી મનીષાબેન આહીર નિમાયાં છે.
પાણી સમિતિના ચેરમેન રાકેશભાઈ માળી અને વાઇસ ચેરપર્સન શ્રીમતિ વૈશાલીબેન શાહ નિમાયાં છે. લાઈટ & ફાયર સમિતિના ચેરમેન તરીકે કિશોરભાઈ મીયાણી અને વાઇસ ચેરપર્સન તરીકે નેન્સી શાહની વરણી કરાઈ છે. સ્લમ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ સમિતિ ચેરમેન તરીકે દિનેશભાઇ રાજપુરોહિત જ્યારે વાઇસ ચેરમેન તરીકે જયેશભાઇ જરીવાળાની વરણી કરાઈ છે.
હોસ્પિટલ સમિતિના ચેરમેન તરીકે રાજુભાઇ જોળિયા જ્યારે વાઇસ ચેરપર્સન તરીકે શ્રીમતી કાંતાબેન વાકોડીકરની વરણી કરાઈ છે. સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી પૂર્ણિમાબેન દાવલે જ્યારે વાઇસ ચેરમેન તરીકે આરતીબેન પટેલની વરણી કરાઈ છે. કાયદા સમિતિના ચેરમેન તરીકે હસમુખભાઈ નાયકા અને વાઇસ ચેરમેન તરીકે કવિતાબેન એનગંદુલાની વરણી કરાઈ છે. જાહેર પરિવહન સમિતિના ચેરપર્સન તરીકે ચેરપર્સન શ્રીમતી રમીલાબેન પટેલ અને વાઇસ ચેરપર્સન શ્રીમતી સુમનબેન ગડીયાની વરણી કરાઈ છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 120 બેઠકો છે કે જેમાંથી ભાજપના 93 અને આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર છે.