સુરતમાં ગ્રીષ્મા બાદ આ કિશોરીને મળ્યો ન્યાય, દુષ્કર્મના આરોપી કમાલ બાબાને આજીવન કેદની સજા
અઠવા 14 વર્ષીય કિશોરી અને માતા સાથે તાંત્રિક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ મામલો કોર્ટે સજા ફટકારી છે. આરોપી વિરુદ્ધ પોસ્કો અંતર્ગત પોલીસ ફરિયાદ થઈ હતી. જેમા આજે કમાલ બાબાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
સુરત: અઠવા 14 વર્ષીય કિશોરી અને માતા સાથે તાંત્રિક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ મામલો કોર્ટે આકરી સજા ફટકારી છે. આરોપી વિરુદ્ધ પોસ્કો અંતર્ગત પોલીસ ફરિયાદ થઈ હતી. જેમા આજે આરોપી કમાલ બાબાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નોંધનિય છે કે, 32 વર્ષીય આરોપી કમાલ બાબા અખ્તર શેખ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોતે તાંત્રિક હોવાનું જણાવી લોકોને સાજા કરવાનો ઢોંગ કરતો હતો. પતિને તાંત્રિક વિધિથી સાજા કરવાના બહાને પત્ની અને પુત્રીને એકલામાં લઇ જઈ તાંત્રિક વિધિ કરતો અને દુષ્કર્મ આચારતો. આ ઉપરાંત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો. સરકારી વકીલ નયન ભાઈ સુખડવાલા ધારદાર દલીલો કરી હતી.
ક્યું ગીત વાગતા ગ્રીષ્માના પરિવારને મળવા આવેલા હર્ષ સંઘવી રડી પડ્યા
ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા મળ્યા બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હર્ષ સંઘવીને જોતા જ ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ આવી ગયા હતા તો બીજી તરફ કાળજા કેરો કટકો ગીત વાગતા હર્ષ સંઘવી પણ રડી પડ્યા હતા. થોડીવાર માટે વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગ્રીષ્માના હત્યારાને ઓછા સમયનાં ફાંસીની સજા મળતા સૌ કોઈ સુરત પોલીસ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. આજે ગ્રીષ્માના ઘરે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા હર્ષ સંઘવી તમામ કાર્યક્રમો રદ કરી હાજર રહ્યા હતા.
વચન પૂરુ કર્યા બાદ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હર્ષ સંઘવી, પરિવારના આંસુ લુછ્યા
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનીલને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જ્યારે આ હત્યાની ઘટના બની ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને વચન આપવામાં આવ્યું હતું કે હું મારી બહેન ગ્રીષ્માને ન્યાય અપાવીશ. હવે જ્યારે કોર્ટે હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે ત્યારે પોતાનું વચન પૂરૂ કર્યા બાદ હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા.
આ સમયે હર્ષ સંઘવીને જોતા ગ્રીષ્માના પરિવારના સભ્યોની આંખમાં આંસુ છલકાયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના આંસુ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે તમામ પોગ્રામો કેન્સલ કરી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા હતા. તો બીજી તરફ આરોપીને ફાંસીની સજા થતા ગ્રીષ્મા પરિવારમાં સંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માનો પરિવાર કામરેજના પાસોદ્રા ગામે રહે છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર છે. આ પ્રસંગે ગૃહમંત્રીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.