Surat Corona Guidelines: ગુટખા-પાન-મસાલા અંગે શું લેવાયો મોટો નિર્ણય ? ખાણી-પીણી-ચાની લારીઓને શું અપાયો આદેશ ?
સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝીટીવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે.
સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતા. સુરતમાં શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 43,294 પર પહોંચી છે અને બુધવારે નવા 315 કેસ નોંધાયા હતા. શહેરનો રિકવરી રેટ 95 ટકા છે. જ્યારે 12,946 લોકો હોમ ક્વોરન્ટાઈન છે.
સુરતમાં કોરોનાનો રાફડો ફાટતાં એસએમસી દ્વારા સાંજે 7 વાગ્યા બાદ પાનના ગલ્લા, ચાની લારી બંધ કરાવાશે. આ ઉપરાંત સ્ટ્રીટ વેન્ડરોને પણ સાંજે 7 વાગ્યા બાદ વેપાર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ખાણી-પાણી લારી, રેસ્ટોરંટને 9 વાગ્યાથી બંધ કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત જો શાકભાજી માર્કેટમાં ભીડ થશે અને સોશિયલ ડિસ્ટંસ નહીં જળવાય તો તેને પણ બંધ કરાવાશે.
અઠવા ઝોન મુકાયો રેડ ઝોનમાં
સુરતમાં અઠવો ઝોન રેડ ઝોન મુકવામાં આવ્યો છે. આ ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવો પડશે. આ ઝોનમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે રાંદેરમાં 52 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરત આવતાં મુલાકાતીએ શું કરવું પડશે
સુરત શહેરની મુલાકાતે આવતા મુસાફરોને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજીયાત બનાવાયું હતું. શહેરની મુલાકાતે આવતાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની માહિતી સુરત મનપાને ફરજિયાત આપવી પડશે. સુરતમાં વધતાં જતા કોરોનાના કેસમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રીવાળા પોઝીટીવ આવનારાઓની સંખ્યા 50 ટકા જેટલી હોવાથી મ્યુનિ. તંત્રએ આ સંક્રમણ રોકવા માટે કવાયત હાથ ધરી છે.
આ દરમિયાન સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું હતું. કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો પડીરહ્યો છે. બુધવારે મ્યુનિ.એ બપોરે 12 વાગ્યે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સુરત બહારથી આવતા તમામ લોકોએ ફરજ્યાત સાત દિવસ કોરોન્ટાઈન કરવાનું રહેશે. જોકે, સુરત બહારથી રોજ હજારો લોકો નોકરી ધંધા માટે આવતાં હોય વિવાદ ઉભો થાય તેમ હોવાથી બે કલાકમાં જ મ્યુનિ.એ જાહેરનામું બદલીને રાજ્ય બહારથી આવતાં લોકોએ સાત દિવસ ફરજ્યાત કોરોન્ટાઈન રહેવાનું બીજુ સુધારેલું જાહેરનામું બહાર પાડયું હતું.