(Source: ECI/ABP News/ABP Majha)
Surat : વિદેશી યુવતી સાથે યુવક સ્પામાં માણી રહ્યો હતો શરીરસુખ ને અચાનક.....
સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિમલ હબમાં ચાલતા ધ ટાઈમ નામના સ્પામાં કુટણખાનું ચાલે છે. સ્પાની આડમાં વિદેશી યુવતીઓને લાવીને ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેમને મજા કરાવવામાં આવતી હતી.
સુરતઃ શહેરમાં અવાર-નવાર સ્પાની આડમાં ચાલતાં કૂટણખાના મળી આવતાં હોય છે, ત્યારે આજે ફરી એકવાર સુરત ક્રાઇમબ્રાન્ચે સ્પામાં રેડ કરી હતી. બાતમીને આધારે પોલીસે રેડ કરતાં થાઇલેન્ડની છ યુવતીઓ, એક કસ્ટમર અને સ્પાનો માલિક મળી આવ્યા હતા. પીપલોદ કારગીલ ચોક નજીક આવેલ વિમલ હબમાં સ્પાની આડમાં કૂટણકાનું ચાલતું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિમલ હબમાં ચાલતા ધ ટાઈમ નામના સ્પામાં કુટણખાનું ચાલે છે. સ્પાની આડમાં વિદેશી યુવતીઓને લાવીને ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેમને મજા કરાવવામાં આવતી હતી. આ બાતમીને આધારે પોલીસે સ્પામાં રેડ કરતાં થાઈલેન્ડની છ યુવતીઓ, એક કસ્ટમર અને એક માલિક ઝડપાયા હતા.
Ahmedabad : પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમ થઈ જતાં ભાગીને કરી લીધા લગ્ન, પછી યુવતીને પરિવારે .......
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ હજુ ગત જૂલાઇ મહિનામાં જ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, યુવતીના પરિવારને આ લગ્ન મંજૂર ન હોવાથી તેમણે છૂટાછેડા લેવડાવી લીધા હતા. જોકે, છૂટાછેડા પછી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીના પૂર્વ પતિએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડાની 19 વર્ષીય યુવતીના પાંચ વર્ષ પહેલા પાડોશમાં રહેતાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પરિવાર લગ્નની મંજૂરી નહીં આપે તેમ લાગતાં બંનેએ જુલાઇ 2021માં ભાગીને લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી બંને વડોદારના પાદરા ખાતે રહેતા હતા. જોકે, યુવતીના પરિવારે યુવકના પરિવારે દીકરી પરત આપી દેવાનું જણાવ્યું હતું અને અમે કંઈ નહીં કરીએ તેમજ ફક્ત છૂટાછેડા આપી દઇશું તેમ જણાવ્યું હતું.
આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને પરિવાર યુવતીને પરત લઈ ગયો હતો. જોકે, થોડા દિવસ પહેલા યુવતીએ પૂર્વ પતિને ફોન કર્યો હતો અન માતા-પિતા પરેશાન કરતાં હોવાનું જણાવ્યું હતું. તેમમે યુવકને એમ પણ કહ્યું હતું કે, તું તારો રસ્તો કરી લે અથવા અમે અમારો રસ્તો કરી લઈએ. આ પચી યુવતીએ આપઘાત કરી લીધો હતો. હવે યુવકે પોલીસ ફરિયાદ કરતાં મુતકના પરિવાર સામે ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો છે.
અન્ય એક ઘટનામાં શહેરમાં પતિએ પત્નીને માર મારતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શંકાશીલ પતિએ કેમ ઘરની બહાર ગઇ હતી કહીને પત્નીને માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શાહીબાગમાં શંકાશીલ પતિએ પત્નીને બપોરે માર્યા બાદ ફરિયાદ કરવાનું કહેતા મારી નાંખવાની ધમકી આપી પતિ ફરાર થઇ ગયો છે.