શોધખોળ કરો

Crime: સુરતમાંથી 'હવસખોર ભુવો' પકડાયો, તારો પતિ મરી જશે કહીને પરિણીતા પર 4 વાર દુષ્કર્મ આચર્યુ ને પછી.....

સુરતમાં ભુવા દ્વારા આચરવામાં આવેલી દુષ્કર્મની ઘટનાથી ફરી એકવાર લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે

Surat Crime News: રાજ્યમાં ઠેર ઠેર હવસખોર ભુવા પકડાઇ રહ્યાં છે. આવો જ એક કિસ્સો હાલમાં સુરતમાંથી સામે આવ્યો છે, 41 વર્ષીય એક ભુવાએ તકનો લાભ લઇને એક પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ છે, જ્યારે પરિણીતાએ પોતાના પતિને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી તો તેના પતિએ પોલીસમાં ભુવા જેનું નામ રાહુલ દિનેશ પંડ્યા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે ભુવાની ધરપકડ કરી લીધી છે. 

સુરતમાં ભુવા દ્વારા આચરવામાં આવેલી દુષ્કર્મની ઘટનાથી ફરી એકવાર લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક 42 વર્ષીય પરિણીતા એક ભુવાની જાળમાં ફંસાઇ ગઇ હતી. 41 વર્ષીય ભુવો જેનું નામ રાહુલ દિનેશ પંડ્યા છે, તેને પરિણીતાને ઘરમાં વસ્તુદોષ હોવાની વાત કહી હતી, જે માટે તેને એક તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતુ. તાંત્રિક વિધિના નામે ભુવાએ પરિણીતાને ફસાવી અને કહ્યું હતુ કે, જો તું વિધિ નહીં કરાવે તો તારો પતિ મરી જશે. આ સમગ્ર ઘટનામાં ભુવાએ પરિણીતાને ફસાવીને સતત બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. ભુવાએ ચાર વાર દુષ્કર્મ આચરીને તેના ફોટા ખેંચી લીધી હતા. ભુવા દ્વારા પરિણીતાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને કહેવામાં આવતુ હતુ કે તુ તારા પતિને છૂટાછેડા આપી દે. છેવટે કંટાળીને પરિણીતાએ આ સમગ્ર ઘટના અંગે પોતાના પતિને જાણ કરી અને તેના પતિએ પોલીસમાં ભુવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે ભુવાની ધરપકડ કરી લીધી છે.

હાર્ટ અટેકથી બચવા માટે આ બાબતોનું રાખવુ જોઈએ ખાસ ધ્યાન, જાણો તેના વિશે

લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધુ ગયું છે.  આવી સ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ  વધુ સાવધ રહેવાની જરૂર છે. આવા દર્દીઓ આ  7 બાબતોનું ધ્યાન રાખીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો

જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.

ધૂમ્રપાનથી દૂર રહો

ધૂમ્રપાન, આલ્કોહોલ, તમાકુનું સેવન સ્ટ્રોકનું જોખમ અનેકગણું વધારી શકે છે. આવી સ્થિતિમાં આલ્કોહોલ, સિગારેટ કે કોઈપણ નશીલા પદાર્થનું સેવન ટાળો. એટલું જ નહીં,ઇન્સ્ટન્ટ  એનર્જી ડ્રિંક્સ અથવા સોડાથી પણ બચો.

કસરતને રૂટીનમાં સામેલ કરો

દિવસમાં માત્ર 30 મિનિટ જ વર્કઆઉટ કરો. કોઈપણ પ્રકારની હાર્ડકોર કસરત ટાળો. મોર્નિંગ વોક અથવા સીડી ચડવા જેવી કસરતો સારી સાબિત થઈ શકે છે. સાયકલિંગ, જોગિંગ જેવી એરોબિક કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરો

લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.

બ્લડ ટેસ્ટ જરૂર કરાવો

તમારું શરીર હવે કયા સ્તરે કામ કરી રહ્યું છે? તેમાં કોઈ સમસ્યા નથી. તે જાણવા માટે  ડોક્ટરની સલાહ પર શુગર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. જો કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો ડોક્ટરની સલાહ લો.

વહેલા ઉઠવાનું ટાળો

જો તમને હ્રદય રોગ છે અથવા સ્ટ્રોક જેવા જોખમોનો સામનો કરવો પડ્યો છે, તો શિયાળાની ઋતુમાં સવારે વહેલા ઉઠવાની જરૂર નથી. જ્યારે તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ પથારી છોડો. અન્યથા લોહી જાડું થઈ શકે છે અને પરિભ્રમણમાં સમસ્યા થઈ શકે છે.

સ્નાન કરતી વખતે આ ભૂલ ન કરો

શિયાળાની ઋતુમાં સ્નાન કરતી વખતે, તમે ગરમ પાણીથી જ સ્નાન કરો પરંતુ માથા પર પાણી ક્યારેય રેડશો નહીં. સૌપ્રથમ પગ, પીઠ કે ગરદન પર પાણી રેડવું અને પછી માથા પર પાણી રેડીને સ્નાન કરવું. આ સિવાય સ્નાન કર્યા પછી તરત જ બાથરૂમમાંથી બહાર ન આવવું. બરાબર શરીરને લૂછીને  સંપૂર્ણ કપડાં પહેરીને જ બહાર આવો, જેથી ઠંડી ઓછી અનુભવાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Embed widget