Surat: પાંડેસરામાં 12 વર્ષના કિશોર સાથે ચપ્પૂની અણીએ આચરાયુ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, માતા-પિતાને જાણ થતાં જ.......
ધૂળેટીના દિવસે 12 વર્ષના સગીરને અન્ય યુવકો દ્વારા ધાક અને ધમકી બતાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે
Surat Crime News: સુરતમાં 12 વર્ષના સગીર સાથે દુષ્કર્મ આચરાયાની ફરિયાદ નોંધાઇ છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ધૂળેટીના દિવસે ચપ્પૂની અણીએ એક 12 વર્ષના સગીરને લુખ્ખા તત્વોએ અપહરણ કર્યુ અને બાદમાં બંધ મકાનમાં લઇને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કર્યુ હતુ, આ દુષ્કર્મ બાદ સગીરની માતાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
સુરતમાં ધૂળેટીના દિવસે સગીર સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ થયાની ઘટના સામે આવી છે. ધૂળેટીના દિવસે 12 વર્ષના સગીરને અન્ય યુવકો દ્વારા ધાક અને ધમકી બતાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. માહિતી પ્રમાણે, સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં રહેતા અમિત પાંડે સાથે આ ઘટના ઘટી છે. ધૂળેટીના દિવસે સુરતના પાંડેસરા વિસ્તારની રહેતા અમિત પાન્ડેને કેટલાક તોફાની તત્વોએ પકડ્યો હતો, સાંજે 5 વાગ્યાના અરસામાં આ લુખ્ખા તત્વોએ અમિત પાન્ડે નામના 12 વર્ષના સગીરનું ચપ્પૂ બતાવીને અપહરણ કર્યુ હતુ. બાદમાં બાઇક પર બેસાડીને અમિત પાન્ડેને એક બંધ ખંડેર મકાનમાં લઇ જઇને ચપ્પૂ અને હથિયારોથી ધાક ધમકી આપીને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હતુ. જોકે, બાદમાં સગીરે આ સમગ્ર મામલો પોતાના માતા-પિતાને જણાવતા ભાંડો ફૂટ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં મુસ્લિમ યુવાને પરિણીતા પર આચર્યુ દુષ્કર્મ, વીડિયોથી બ્લેકમેઇલ કરી વારંવાર બનાવતો હવસનો શિકાર
સુરતમાં વધુ એક ચોંકાવનારી દુષ્કર્મ ઘટના સામે આવી છે. શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક યુવાને હવસનો શિકાર બનાવી છે. યુવક દ્વારા પરિણીતાને બ્લેકમેઇલ કરીને વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવતી હતી, જેથી કંટાળેલી મહિલાએ બાદમાં રાજસ્થાનમાંથી ઝીરો એફઆઇઆર નોંધાવી છે, હાલમાં પોલીસ આ મામલે તપાસ શરૂ કરીને આરોપીની શોધખોળ કરી રહી છે.
સુરતમાં એક યુવકે પરિણીતાને હવસનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય પરિણીતાને એક મુસ્લિમ યુવક દ્વારા વારંવાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ઘટનાની વિગતો એવી છે કે, પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના અમરોલીમાં 25 વર્ષીય પરિણીતા મહિલાને એક મુસ્લિમ યુવક દ્વારા ઘેનની દવા પીવડાવ્યા બાદ દુષ્કર્મ આરવામાં આવ્યુ હતુ, આ પછી મુસ્લિમ યુવકે પરિણીતાનો વીડિયો બનાવી લીધો અને વારંવાર પરિણીતાને બ્લેકમેલ કરવામાં આવતી હતી. મહિલાનો આરોપ છે કે, બ્લેકમેઇલ કરીને મુસ્લિમ યુવકે પરિણીતા પાસેથી 60 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, આ કંટાળેલી પરિણીતા મહિલાએ આખરે રાજસ્થાનમાંથી મુસ્લિમ યુવાન વિરૂદ્ધ જીરો એફઆઇઆર નોંધાવી હતી. હાલમાં આ દુષ્કર્મ અને બ્લેકમેઇલ ઘટનામાં અમરોલી પોલીસ હવસખોર ઇરફાન વિરૂદ્ધ આઇટીએક્સ અને દુષ્કર્મની કલમો અંતર્ગત કેસ નોંધીને તપાસ કરી રહી છે. હાલમાં શોધખોળ ચાલુ છે.