Surat: 30મી એપ્રિલે સુરતમાં યોજાશે સાયક્લોથૉન રેસ, સ્કેન કરીને કરી શકો છો રજિસ્ટર
સુરતમાં આગામી 30મી એપ્રિલથી યોજાનારી આ સાયક્લોથૉન રાઇડ 2023 માટેનુ પૉસ્ટર પણ અત્યારે સામે આવ્યુ છે
Surat: સુરત શહેરમાં આગામી 30 એપ્રિલે એક મેગા સાયક્લોથૉન રાઇડનું આયોજન કરવામાં આવ્યુ છે, આ સાયક્લોથૉનમાં સુરત વાસીઓ ભાગ લઇ શકશે, આ માટે અત્યારથી જ રજિસ્ટર માટેની વિન્ડો ઓપન થઇ ગઇ છે. આ મેગા સાયક્લોથૉન રાઇડનું આયોજન સુરત પોલીસ અને સુરત વાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સુરતમાં આગામી 30મી એપ્રિલથી યોજાનારી આ સાયક્લોથૉન રાઇડ 2023 માટેનુ પૉસ્ટર પણ અત્યારે સામે આવ્યુ છે, જે પૉસ્ટર અંતર્ગત જાણી શકાય છે કે, આ મેગા સાયક્લોથૉનમાં ભાગ લેવા માટે યુવાઓ અને શહેરજનો એક કૉડ સ્કેન કરીને પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ખાસ વાત છે કે આ 30મી યોજાનારી મેગા સાયક્લોથૉન 2023 રાઇડ સવારે 6 વાગ્યાથી શરૂ થઇ જશે, આ રાઇડ સુરત પોલીસ અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ પરથી શરૂ થશે.
ધ જુનોમોનેટા સાઈક્લોથોન 2023ની આ સાઇકલ રાઈડ નું સ્લોગન છે “ ફિટ ઇન્ડિયા- ફિટ સુરત”. જેનું આયોજન 94.3 માય એફ એમ કરી રહ્યું છે. પાવર્ડ બાય કોન્સેપ્ટ મેડિકલ તેમજ સુરત સિટી પોલીસ આ સાઈક્લોથોનને સપોર્ટ કરી રહી છે. એબીપી અસ્મિતા તેમનું ન્યુઝ પાર્ટનર છે.