શોધખોળ કરો

Surat : વરેલીમાં દારૂડિયા પતિએ પત્ની સાથે ઝઘડો થતાં ઊંડા પાણીમાં મારી દીધો કૂદકો, પાણીમાં તણાયો પણ.....

પલસાણાના વરેલીમાં વિચિત્ર ઘટના બની છે. દારૂડિયા પતિએ પત્ની સાથે ઝઘડો કરી વરસાદના ભરાયેલા ઊંડા પાણીમાં કૂદકો માર્યો હતો. જોકે પાણીમાં તણાતાં વચ્ચે ઝાડ પર ફસાય ગયો હતો.

સુરતઃ પલસાણાના વરેલીમાં વિચિત્ર ઘટના બની છે. દારૂડિયા પતિએ પત્ની સાથે ઝઘડો કરી વરસાદના ભરાયેલા ઊંડા પાણીમાં કૂદકો માર્યો હતો. જોકે પાણીમાં તણાતાં વચ્ચે ઝાડ પર ફસાય ગયો હતો. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.  બારડોલી ફાયરને બોલવાયું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને સફળતા મળી હતી. બારડોલી ફાયરના જવાનોએ ફાયબર બોટ વડે રેસ્ક્યુ કરી દારૂડિયાને બચાવી લીધો.

Navsari: રીવર્સ લેતી વખતે ઈનોવા કાર ખાબકી ખાડીમાં, એકનું મોત, અન્યની શોધખોળ ચાલું

નવસારી: શહેરમાં આવેલા આદર્શ નગર વિસ્તારમાં ગોજારી ઘટના સામે આવી છે.  આદર્શ નગર પાસે ઈનોવા કાર ખાડીમાં ખાબકતા અરેરાટી મચી ગઈ છે. રીવર્સ લેતી વેળાએ આ દુર્ઘટના બની હતી. ઇનોવા કારમાં ડ્રાઈવર ઉપરાંત અન્ય વ્યક્તિઓ પણ બેઠા હોવાની સંભાવના છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસના અધિકારીઓને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ ઉપરાંત પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. નવસારી ફાયર વિભાગની ટીમ દ્વારા ખાડીમાંથી ગાડી અને અન્ય લોકોને કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ગુજરાતનો આ ડેમ અડધી રાત્રે ઓવરફ્લો થવાની શક્યતા

Gujarat Rain Update: ગુજરાતમાં આજે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે મેશ્વો ડેમ મધ્યરાત્રીએ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને લઈને ભિલોડા અને મોડાસાના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મેશ્વો ડેમમાં 6370 ક્યૂસક પાણીની સતત આવક થઈ રહી છે. રાત્રીના 12 વાગ્યાં સુધીમાં ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. શામળાજી, બહેચરપુરા, શામાળપુર,ભવાનપુર, ખેરંચા,ગડાદર,જાલીયા જેવા ગામોને સતર્ક કરાયા છે. તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને સાવચેતી જાહેર કરાઈ છે.

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ 

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. છેલ્લા 24  કલાકમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરતના પલસાણામાં પોણા નવ ઇંચ અને વ્યારામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદા અને ખેરગામમાં અઢી, વલસાડના વાપી  અને પારડીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સુત્રાપાડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગના વઘઇ , તાપીના ઉચ્છલ , મહેસાણાના સતલાસણા, નવસારીના ચીખલી અને ગણદેવી, તાપીના નિઝરમાં  સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં પણ સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. નર્મદાના સાગબારા, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા, માંગરોળ, સંતરામપુર, વિજયનગર, મોડાસા, દાંતા, ભિલોડા, વડગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ડેડિયાપાડા, વલસાડ, શિહોર, ઇડર, પોસિનામાં પોણા  બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણાવાવ, માણાવદર, વેરાવળ, વંથલી, ઉમરગામ, કુકરમુંડા, કામરેજ, દસક્રોઇ, કાલાવડ, રાજકોટ, ધોળકા, પોરબંદર, જૂનાગઢ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેર, ચોટીલા, બોટાદ, ધાનેરામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. બાવળા, વાગરા, ઉના, રાજુલા, ખેરાલુ, ગોધરા, પાલનપુર, અમીરગઢ, પેટલાદ, હાલોલ, કુતિયાણામાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અંજાર,તારાપુર, જાંબુઘોડા, ગીર ગઢડા, ધઆનપુર, સંજેલી, લખતર, માલપુર, ઝાલોદ, તાલાલા, નસવાડી, ધનસુરા, ભૂજ, ઉમરાળા, હિંમતનગર, ડીસા, ગરુડેશ્વર, દાહોદ, દાંતિવાડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. વિસાવદર, ઓળપાડ, રાણપુર, સાયલા, ખેડા, નડિયાદ, નેત્રંગ, વડનગર, ફતેપુરા, ભાવનગર, ખંભાતમાં પોણો પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
Embed widget