Surat: પોલીસ કમિશ્નર કચેરીમાં નશામાં આવેલા કોન્સ્ટેબલનું પરાક્રમ, મુક્કો મારી ટીવી તોડી નાંખ્યું
હેડ કોન્સ્ટેબલ ચિંતન શાહે રાત્રિના સમયે નશો કરીને આવીને ફરજ પર આવ્યો હતો અને ફોન પર વાતો કરતા કરતા તેણે રોષે ભરાઈને ટીવી તોડી નાંખ્યું હતું.
![Surat: પોલીસ કમિશ્નર કચેરીમાં નશામાં આવેલા કોન્સ્ટેબલનું પરાક્રમ, મુક્કો મારી ટીવી તોડી નાંખ્યું Surat: Drunken constable smashes TV in Police Commissioner s office Surat: પોલીસ કમિશ્નર કચેરીમાં નશામાં આવેલા કોન્સ્ટેબલનું પરાક્રમ, મુક્કો મારી ટીવી તોડી નાંખ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/23/2f50b8b03c2cbf43c42ad37297876999169008724336576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: સુરત પોલીસ કમિશ્નર કચેરી સ્થિત સ્પેશિયલ બ્રાંચમાં દારૂના નશામાં બેફામ બનેલા હેડ કોન્સ્ટેબલે ઓફિસમાં લાગેલા ટીવી સ્ક્રીનને તોડી નાંખ્યું હતું. આ અંગે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ ચિંતન શાહે રાત્રિના સમયે નશો કરીને આવીને ફરજ પર આવ્યો હતો અને ફોન પર વાતો કરતા કરતા તેણે રોષે ભરાઈને ટીવી તોડી નાંખ્યું હતું.
ટીવીની સ્ક્રીન પર મુક્કો માર્યાની કરી કબૂલાત
આ અંગે મળતી વિગત પ્રમાણે, અઠવાલાઈન્સ પોલીસ કમિશ્નર કચેરીમાં આવેલી સ્પેશ્યલ બ્રાંચની ઓફિસમાં ફરજ બજાવતાં એએસઆઈ ભાઈદાસ રામભાઈ રાબેતા મુજબ ઓફિસે આવ્યા હતા. તે સમયે પીએસઓ રૂમમાં મીડિયા મોનીટરિંગ માટે મૂકવામાં આવેલી ટીવીની સ્ક્રીન તૂટેલી જોઈ હતી. આ બાબતે ભાઈદાસ ભાઈએ તાત્કાલિક સ્પેશ્યલ બ્રાંચના એસપી ચૌધરીને જાણ કરી હતી. જેમની સૂચના મુજબ તમામ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો અને એસેપી ઓફિસમાં બોલાવી ટીવી સ્ક્રીન તૂટવા મુદ્દે પૂછપરછ કરતાં હેડ કોન્સ્ટેબલ ચિંતન ભાવીન શાહએ એવી કબૂલાત કરી કે, ગુરુવારે રાત્રે તે દારૂનો નશો કરીને ફરજ પર આવ્યો હતો. તે સમયે ફોન પર પારિવારિક મુશ્કેલીને લઈ ફોન ઉપર વાત કરતો હતો. આ સમયે રષમાં આવીને તેણે ટીવીની સ્ક્રીન પર મુક્કો મારતાં સ્ક્રીન તૂટી ગઈ હતી. આ બાબતે તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરતાં પોલીસ સ્પેશ્યલ બ્રાંચમાં આવી હતી, તે સમયે પણ ચિંતન શાહ નશામાં હોવાથી ઉમરા પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
અગાઉ પણ ચિંતન શાહ આવ્યો હતો વિવાદમાં
ઉલ્લેખનીય છે કે ચિંતન શાહ અગાઉ ઉધના પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે અનિશ સૈયદ નામના પોલીસ કર્મચારી સાથે મળીને એક વેપારીનું અપહરણ કર્યુ હતું અને ખંડણી પણ માંગી હતી. આ બાબતે તેની સામે ગુનો પણ નોંધાયો હતો અને તે પછી તેની સ્પેશ્યલ બ્રાંચમાં કરવામાં આવી હતી.
Join Our Official Telegram Channel:
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)