શોધખોળ કરો

Surat: ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સાત સ્થળે EDના દરોડા, એક કરોડથી વધુ રોકડા કર્યા જપ્ત

Surat: એચવી અને પીએમ આંગડીયા પેઢીના નામ ખુલતા ઈડીએ આ બંન્ને પેઢીમાં પણ તપાસ કરી હતી.

Surat:  સુરત શહેરમાં ઈડીના દરોડા પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર,  શહેરના ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ ફોરેક્સ ટ્રેડિંગમાં આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કરીને હવાલાથી નાણા વિદેશ મોકલ્યા હોવાના આધારે સાત જગ્યા પર ઈડીએ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધુની રકમ જપ્ત પણ કરવામાં આવી હોવાની વિગતો મળી છે.

ડુમસ રોડ પર આવેલ ધ મોન્ટેસામાં આવેલ ઓજસ્વી ફાઉન્ડેશન ફાયનાન્સ,એજ્યુકેશન, ફોરેક્સ ટ્રેડિંગ, ટ્રાવેલ,એન્ટરટેઈનમેન્ટ અને હોટલ અને રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલી સંસ્થા છે. આ સંસ્થા ઘણા સમયથી ફોરેક્સ ટ્રેડિંગની આડમાં હવાલાથી નાણા વિદેશ મોકલતા હોવાનું ઈડીને ધ્યાને આવ્યુ હતુ. ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ હવાલાથી નાણા મોકલવા માટે શહેરની બે આંગડીયા પેઢીની મદદ લીધી હોવાનો ખુલાસો થયો છે. જેમાં એચવી અને પીએમ આંગડીયા પેઢીના નામ ખુલતા ઈડીએ આ બંન્ને પેઢીમાં પણ તપાસ કરી હતી. તપાસમાં એક આંગડીયા પેઢીમાંથી રોકડા 75 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. આ નાણા ઓજસ્વી ફાઉન્ડેશનના સંચાલકોએ વિદેશ મોકલવા માટે આપ્યા હોવાની આશંકાના આધારે ઈડીએ હાલ તો રોકડ રકમ જપ્ત કરીને નાણા ક્યાંથી આવ્યા અને કોને મોકલવાના છે તેની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં કેટલાક અન્ય લોકોના પણ નામ ખુલવાની શક્યતા છે.

વરાછા અને કતારગામની આંગડિયા પેઢીમાં કરાયેલી તપાસની પુરતી વિગતો હજી આવી નથી. કહેવાય છે કે આ આંગડિયા પેઢી પણ હવાલાથી રૂપિયા મોકલવાના કારસ્તાનમાં સંડોવાયેલી છે. લાંબા સમય બાદ સુરત ઇડી મોટું ઓપરેશન શરૂ કર્યું છે.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં કેટલાક બિલ્ડરો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. સાયન્સ સિટી અને હાઈકોર્ટ નજીકની ઓફિસો પર સર્ચ અને સર્વે હાથ ધરાયો હતો. આઇટી વિભાગના 150થી વધુ અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું હતું.ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રૃપના માલિકો છે. અવિરત ગ્રૃપ પર પણ IT વિભાગે દરોડા પાડ્યા હતા. ઓગણજ સાયન્સ સીટી વિસ્તારમાં આવેલ શિપરમ પરિસરની મુખ્ય ઓફિસ ખાતે ઇન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી હતી. ત્રિકમ પટેલ અને અનિલ પટેલ શિપરમ ગ્રુપના માલિકો છે.જેમની અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ અને ઓફિસ ઉપર સર્વે અને સર્ચ કરવામાં આવ્યું હતું. શિપરમ ગ્રુપ સાથે અવિરત ગ્રુપ ઉપર પણ ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 25 જેટલા સ્થળોએ શરૂ કરવામાં આવેલી તપાસમાં ઇન્કમટેક્સ વિભાગના 150 જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડને લઈ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. રાજકોટના સોની બજારમાં VP જવેલર્સ સીલ મારવામાં આવ્યું હતું.  જ્યારે પારેખ બુલિયનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 1 હજાર 476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Embed widget