Surat: સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો, આપઘાત કે અકસ્માત ? મોતનું રહસ્ય અકબંધ
સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ
Surat: સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી.
માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી.
મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.
એક મહિના પહેલા લગ્ન કરનારી યુવતિએ ખાધો ગળાફાંસો, ઘટનાને લઈ અનેક તર્કવિતર્ક
ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક મહિના પહેલા લગ્ન કરનારી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. નવોઢાના હાથમાંથી હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો ત્યાં જ આવું પગલું ભરતા અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યા છે.
મહારાષ્ટ્રની યુવતિના સુરતના યુવક સાથે થયા હતા લગ્ન
મહારાષ્ટ્રની 21 વર્ષીય અશ્વિની સાગર ઢિવરે નામની યુવતિના એક મહિના પહેલા સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે સાસરે ડીંડોલી વિસ્તારમાં આવેલા મોદી એસ્ટેટ ખાતે રહેતી હતી. તેણે અગમ્ય કારણોસર જીવન ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થયા બાદ પરિવારજનોએ 108ને કોલ કર્યો હતો, 108 એ આવીને યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. જે બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતા ડીંડોલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
સુરતમાં શેઠાણીના ત્રાસથી નોકરાણીએ આપઘાત કર્યો
સુરતમાં નોકરાણીએ શેઠાણીના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ખટોદરા અંબા નગરમાં એક મહિલાએ પોતાની શેઠાણીના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. વાસ્તવમાં મૃતક જયશ્રી જાદવ ઘર કામ કરતા હતા. દરમિયાન જેમના ઘરે કામ કરતા હતા તે શેઠાણી પાસેથી મૃતક મહિલાએ બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ બાદમાં શેઠાણી તરફથી કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી કંટાળીએ મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. મૃતક મહિલાના પતિ ગૌતમ જાદવે શેઠાણી પર આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની જયશ્રીએ ઘર લેવા માટે શેઠાણી પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા. પ્રતિમાસ હજાર-બેહજાર પાછા આપવાની શરતે આ રૂપિયા લીધા હતા પરંતુ શેઠાણી તરફથી વારંવાર રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. જેનાથી જયશ્રી ખૂબ માનસિક તણાવમાં રહેતી હતી. આખરે તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક મહિલાએ મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે પોતાના મોત માટે શેઠાણીને જવાબદાર ગણાવી હતી. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી. ગૌતમ જાદવએ જણાવ્યું હતું કે જયશ્રી સાથેના 23 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે દીકરીઓ છે. હાલ બન્ને અભ્યાસ કરી રહી છે. અમે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
Join Our Official Telegram Channel: