શોધખોળ કરો

Surat: સુરતમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 લોકોનાં મોતથી હાહાકાર

સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

Heart Attack: સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં 1 મહિલા, 5 પુરુષ સહિત 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ છે. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં છેલ્લા 24 કલાકમાં 6  લોકોનાં મોત થયા છે. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને 6  લોકોના હાર્ટએટેકથી મોત થયા છે, જેમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે.

સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ છે. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 

સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બુધવારે રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget