શોધખોળ કરો
Advertisement
Surat : યુવતીએ યુવકને શરીર સુખ માણવા બ્યુટી પાર્લરમાં બોલાવ્યો, ત્રણ યુવતી બતાવીને એકના 1000 થશે એવું કહ્યું ને........
સોમવારે યુવતીએ યુવકને ફોન કરીને શરીર સુખ માણવા તેના પૂણાના બ્યુટી પાર્લર પર બોલાવ્યો હતો. યુવક બ્યુટી પાર્લર પર ગયો હતો ત્યારે યુવતી અને તેની સાથેની ત્રણ યુવતીએ શટર બંધ કરી નાખ્યું હતું.
સુરતઃ સુરતમાં 31 વર્ષના યુવકને મેડિકલ સ્ટોરમાં ફેસ લોશ લેવા આવેલી યુવતી સાથે પરિચય થયો હતો. બંનેએ મોબાઈલ ફોનની આપલે કરી હતી. યુવતીએ યુવકને યુવતીઓ સાથે શરીર સુખ માણવાની ઈચ્છા હોય તો સંપર્ક કરવા કહ્યું હતું. સોમવારે યુવતીએ ફોન કરીને યુવકને શરીર સુખ માણવા બોલાવતાં યુવક યુવતીના બ્યુટી પાર્લર પર પહોંચ્યો હતો. યુવતીએ યુવકને ત્રણ યુવતી બતાવીને સેક્સ માણવાના બદલામાં 1000 રૂપિયા માંગ્યા હતા. યુવકે ઈન્કાર કરતાં યુવતીઓએ તેને માર મારીને લૂંટી લીધો હતો. આ અંગે યુવક પોલીસ પાસે પહોંચતાં પોલીસે ચાર યુવતી સામે કેસ નોંધ્યો છે.
પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર યોગી ચોક વિસ્તારમાં રહેતો 31 વર્ષિય યુવક પરવત પાટિયા પાસે મેડિકલની દુકાનમાં નોકરી કરે છે. એકાદ મહિના પહેલાં તેના મેડિકલ પર એક 30 વર્ષની યુવતી ફેસ વોશ લેવા આવી હતી. ફેસ વોશ ન હોવાથી યુવતીએ પોતાનો નંબર આપીને ફેસવોશ મંગાવી આપવા કહ્યું હતું.. ત્રણેક દિવસમાં ફેસ વોશ ક્રિમ આવી જતા યુવકે યુવતીને ફોન કરતાં સ્ટોર પર આવેલી યુવતીએ શરીર સુખ માણવું હોય તો તેનો સંપર્ક કરવા કહ્યું હતું.
સોમવારે યુવતીએ યુવકને ફોન કરીને શરીર સુખ માણવા તેના પૂણાના બ્યુટી પાર્લર પર બોલાવ્યો હતો. યુવક બ્યુટી પાર્લર પર ગયો હતો ત્યારે યુવતી અને તેની સાથેની ત્રણ યુવતીએ શટર બંધ કરી નાખ્યું હતું. યુવતીએ ત્રણમાંથી એકને પસંદ કરીને એકના 1000 રૂપિયામાં શરીર સુખ માણવાની ઓફર કરી હતી. યુવકે આ બધુ કરવાની ના પાડતા યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે દંડાથી યુવકને ફટકારીને 25 લાખ રૂપિયા માંગ્યા હતા અને બદનામ કરીને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
યુવકે માફી માંગી જવા દેવા વિનંતી કરી છતાં યુવતીઓ માની ન હતી અને યુવતીએ પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરતાં પોલીસ તમામને પુણા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાને યુવકની હાલત પર શંકા જતાં તેમણે શાંતિથી પૂછતાં તેણે યુવતીએ તેને ફસાવી તેની પાસેથી 25 લાખ રૂપિયા માંગ્યા હોવાનું જણાવતાં પોલીસે યુવતી અને અન્ય મહિલાઓ સામે ફરિયાદ દાખલ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement