Surat : 'મેરે મરને કે બાદ મેરી બીબી ઔર બચ્ચે કો ન્યાય દિલાના', જમીન દલાલે આપઘાતના પ્રયાસ પહેલા વીડિયો કર્યો વાયરલ
સુરતના માથાભારે સંજુ કોઠારી અને કાદર કોથમીર સહિત ચાર લોકોના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા જમીન દલાલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો.
સુરતઃ સુરતના માથાભારે સંજુ કોઠારી અને કાદર કોથમીર સહિત ચાર લોકોના કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા જમીન દલાલે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો. વીડિયોમાં જમીન દલાલ કહી રહ્યો છે કે, મેરે મરને કે બાદ મેરી બીબી ઔર બચ્ચે કૌ ન્યાય દિલાના.જમીન દલાલે માથાભારે ઇસમો સામે ભૂતકાળમાં ફરિયાદ કર્યા બાદ કોઈ પણ કાર્યવાહી ન થતાં આ પગલું ભર્યું હતું. કાદર કોથમીર ગુલાબ કાદિર અને અસફાક નુરાની આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. જોકે મહાનગરપાલિકાના એક અધિકારી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વેપારીએ સોમવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પહેલા આ વેપારીએ સુરતના નાનપુરા જમરૂખ ગલીના માથાભારે અને ગુસ્સો ટોપ ના ગુનામાં સંડોવાયેલા સજજુ કોઠારી સહિત ચાર લોકો પર ગંભીર આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ લોકોને લઈને આ વેપારી કમ જમીન દલાલ આર્થિક સંકડામણમાં ફસાયો હતો. વીડિયો વાયરલ કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના અડાજન પાટીયાથી ધનમોરા કોમ્પલેક્સની સામે 57 ના ફ્લેટ નંબર 501 માં રહેતા અને જમીન દલાલી કરતાં સાહેલ અહમદ મન્સૂર નામના વ્યક્તિએ ગતરોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરતા પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે સુરતના નાનપુરાના જમરૂખ ગલીના માથાભારે અને ગુસીટોકના ગુનામાં સંડોવાયેલા સજજુ કોઠારી અને તેની સાથે કાદર કોથમીર ગુલાબ કાદિર અને અસફાક નુરાની સહિતના લોકોએ આ જમીન દલાલને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યો હતો. કાદર કોથમીર ભારતીય 15 મહિનામાં પૈસા ડબલ કરી આપવાનું કહીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા.
આ બાબતે જમીન દલાલ દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ પાસેથી ૨.૫૦ કરોડ ઉછીના લીધા હતા જેના બદલામાં પોતાને હવાલામાં રાખી રૂપિયા ચૂકવી આપશે તેમ કઈ રૂપિયા ચૂકવ્યા ન હતા. વધુમાં મહાનગરપાલિકા કોર્પોરેશન નામના નિવૃત્ત કર્મચારી વિરૂધ્ધ પણ કાજલ કોથમીરના ખોટા કામમાં સાથ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. છેલ્લા બે વર્ષથી પોલીસ કમિશનરને રજૂઆત છતાં પણ તેની કોઈ પણ જાતની ફરિયાદ સાંભળવામાં આવતી નથી જેને લઈને આવ્યા છીએ કંટારીયા તમામ લોકો ને લઈને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આપઘાતના પ્રયાસને લઈને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ મામલે જમીન દલાલની ફરિયાદ લઇ આગળની તપાસ શરૂ કરી છે.