શોધખોળ કરો
Advertisement
સુરતઃ મેકઅપ મેને ઝેરી દવા પીધાના 4 કલાક બાદ કહ્યું- મારે જીવવું છે, હોસ્પિટલ લઈ જાવ પણ..........
નાનપુરામાં રહેતો પ્રદીપ અરવિદભાઈ દોષી (ઉ.વ. 30) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો. જાન્યુઆરી 2020માં જ તે લગ્નગ્રંથીથી જોડાયો હતો.
સુરતઃ સુરતમાં લોકડાઉન બાદ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. જેના કારણે આત્મહત્યા કરી હોવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. શહેરના નાનપુરામાં મેકઅપ મેને બેકારી અને આર્થિક સંકડામણથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી દીધું હતું.
મળતી વિગત પ્રમાણે, નાનપુરામાં રહેતો પ્રદીપ અરવિદભાઈ દોષી (ઉ.વ. 30) મેકઅપના કામકાજ સાથે જોડાયેલો હતો. જાન્યુઆરી 2020માં જ તે લગ્નગ્રંથીથી જોડાયો હતો. માર્ચ મહિનામાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે તેને કામ મળતું બંધ થઈ ગયું હતું. છેલ્લા સાત મહિનાથી બેકાર પ્રદીપે આર્થિક મંદી અને માનસિક તણાવમાં હતો.
આ દરમિયાન તેણે રૂમમાં બંધ થઇ ઝેરી દવા પી લીધી હતી અને 4 કલાક બાદ દરવાજો ખોલી કહ્યું મેં ઝેરી દવા પીધી છે, પણ મારે જીવવું છે, હોસ્પિટલ લઈ જાવ. જે બાદ તેના બનેવી 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોસ્ટમોર્ટમ કરતાં મૃતકને માથાના ભાગે ઇજા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. અઠવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
US Election Result: બાઇડેને ઓબામાને રાખ્યા પાછળ, અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત મળ્યા આટલા વોટ
Virat Kohli Birthday Special: સૌથી સફળ ખેલડીઓમાં સામેલ વિરાટના નામે છે આ રેકોર્ડ, જાણો વિગત
US Elections Results: જાણો કેટલા રાજ્યના હજુ પરિણામ નથી થયા જાહેર, ટ્રમ્પ અને બાઈડેન ક્યાં ક્યાં જીત્યા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement