શોધખોળ કરો

Surat: ભાવનગરમાં રહેતી પ્રેમિકાએ નોંધાવી ફરિયાદ, યુવકે મિત્રના ઘરે જઈ ખાધો ગળાફાંસો, જાણો વિગતે

Surat Crime News: સુરતના  પુણાગામ ખાતે રહેતા યુવાને વરાછા ખાતે રહેતા તેના મિત્રના ઘરે જઈ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી.

Surat News: સુરતના વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગર ખાતે રહેતી પ્રેમિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સુરતમાં યુવકે ગળાફાંસો ખાધો હતો. પુત્રના મોબાઈલ ઉપર આત્મહત્યા કરવા જાઉં છું નો મેસેજ કરી મિત્રના ઘરે યુવકે ગળાફાંસો ખાધો હતો.

શું છે મામલો

સુરતના  પુણાગામ ખાતે રહેતા યુવાને વરાછા ખાતે રહેતા તેના મિત્રના ઘરે જઈ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે ભાવનગર ખાતે રહેતી પરિણીતા પ્રમિકાએ તેની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોધાવતા ટેન્શનમાં તેને આ પગલું ભર્યું હતું. પુણાગામમાં સિલ્વર ચોક પાસે રહેતો 41 વર્ષીય પ્રફુલ કોલડિયાએ ગુરુવારે સાંજે વરાછા ખાતે ભગીરથ સોસાયટીમાં રહેતો તેનો રત્નકલાકાર મિત્રના ઘરે જઈને પંખાના હુક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બાદમાં  મિત્ર  ઘરે આવ્યો ત્યારે પ્રફુલને ફાંસો ખાધેલી હાલતમાં લાશ જોઈ ચોકી ઉઠયો હતો.

 પોલીસે જણાવ્યું હતું કે પ્રફુલ મુળ અમરેલી જીલ્લામાં જાફરાબાદ વતની હતો. જોકે તેનો ભાવનગર ખાતે રહેતી કોઈ પરણીત મહિલા સાથે પ્રેમ સબંધ હતો. જોકે પરણીત પ્રેમિકાએે તેની વિરુધ્ધ ભાવનગરમાં મહુવામાં પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલી હતી.જેથી અઠવાડી પહેલા તે પોલીસ સુરત ખાતે તેના ઘરે આવીને નોટીસ આપીને જતા રહ્યા હતા. આવા સંજોગોમાં તે માનસિક તાણ અને સમાજમાં બદનામ કરવાથી તેણે આ પગલુ ભર્યુ હતુ. જોકે તેણે મોબાઈલ ઉપર વિડીયો બનાવ્યો હતો કે હુ મરી જાઉં છું. બાદમાં તેણે આપઘાત કર્યો હતો. મૃતકને બે સંતાન છે. તે કાર લે-વેચ ધંધા સાથે સંકળાયેલો હતો. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

Surat: ભાવનગરમાં રહેતી પ્રેમિકાએ નોંધાવી ફરિયાદ, યુવકે મિત્રના ઘરે જઈ ખાધો ગળાફાંસો, જાણો વિગતે

મૃતકે વીડિયો બનાવી પોલીસ પર લગાવ્યો તોડબાજીનો આરોપ

મૃતકનું મરતા પહેલાનું વીડિયો નિવેદન સામે આવ્યું છે. જેમાં પોલીસ સામે 10 લાખનો તોડ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. વીડિયોમાં મૃતકે કહ્યું, મહુવા રૂરલ પોલીસના પીએસઆઈ યાદવે એવું કહ્યું કે 10 લાખ રૂપિયા રૂરલ પોલીસને આપી દે તો તારો કેસ રફેદફે કરી દઉ અને તને ટેબલ જામીન આપી દઉ. 10 લાખ રૂપિયા નહી આપે તો 6 થી 7 વર્ષ જેલમાં નાંખી દઈશ. સોમવારે તારે હાજર થવાનું છે ને તેમ કહી તું કારે કહી ગાળો કાઢવા લાગ્યા હતા.

Surat: ભાવનગરમાં રહેતી પ્રેમિકાએ નોંધાવી ફરિયાદ, યુવકે મિત્રના ઘરે જઈ ખાધો ગળાફાંસો, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget