શોધખોળ કરો
Advertisement
સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગત
પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈને તેમના સંબંધોનો ભાંડો ફોડી નાંખ્યો હતો. એ પછી પણ તે પ્રેમિકાને મળવા આવવા અને શારીરિક સંબંધો રાખવા દબાણ કરતો. કંટાળેલી યુવતીએ છેવટે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે
સુરત: સુરતના ડુંભાલ વિસ્તારમાં 41 વર્ષની પરિણિત પરિણિત યુવતીને 20 વર્ષના એક છોકરા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા. જો કે યુવતી પ્રેમી કહે ત્યારે તેને મળવા અને શારીરિક સંબંધો બાંધવા જઈ શકતી નહોતી તેથી પ્રેમીએ તેને ફોન પર ગાળો આપી હતી.
આ ઉપરાંત તેણે પ્રેમિકાના ઘરે જઈને તેમના સંબંધોનો ભાંડો ફોડી નાંખ્યો હતો. એ પછી પણ તે પ્રેમિકાને મળવા આવવા અને શારીરિક સંબંધો રાખવા દબાણ કરતો. કંટાળેલી યુવતીએ છેવટે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ ઘટનામાં મૂળ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવતીને બે દીકરા છે, જેમાં એ એકની ઉંમર 16વર્ષ અને બીજાની ઉંમર 13 વર્ષ છે. તેનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે. યુવતી થોડા સમય પહેલા ફેસબુક પર એક યુવકના સંપર્કમાં આવી હતી.
બંને વચ્ચે મેસેન્જર પર વાત શરૂ થઈ હતી, અને તેમણે એકબીજાના ફોન નંબર આપ્યા હતા. એ પછી પ્રેમીના કહેવાથી યુવતી પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી, અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. રેખાનો પ્રેમી તેને વારંવાર મળવા બોલાવતો હતો અને બંને સેક્સ માણતાં હતાં.
જો કે ઘર અને દુકાનના કારણે યુવતી પ્રેમી બોલાવે ત્યારે મળવા નહોતી જઈ શકતી અને પ્રેમીની શારીરિક માગણીઓ સંતોષી શકતી નહોતી. તેનાથી ગુસ્સે થયેલા પ્રેમીએ રેખાને ફોન પર ગાળો ભાંડી હતી ને પરેશાન કરી હતી. તેના કારણે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતથી વિદેશી ક્રુઝ જેવી સગવડો ધરાવતી ફેરી શરૂ થશે, જાણો ક્યાં સુધી જશે ?
મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement