શોધખોળ કરો
Advertisement
સુરતઃ સિવિલનો મેડિકલ ઓફિસર કોવિડ હોસ્ટેલના રૂમમાં યુવતી સાથે શરીર સુખ માણતાં ઝડપાયો, જાણો કોણ છે આ યુવતી ?
સુરતમાં કોવિડ 19 હોસ્પિટલમાં ડયૂટી કરનારા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો માટે એસવીએનઆઈટીની હોસ્ટેલમાં ફાળવાયેલી રૂમમાં સિવિલનો મેડિકલ ઓફિસર એક યુવતી સાથે શારીરિક સુખ માણતો ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી.
સુરતઃ સુરતમાં કોવિડ 19 હોસ્પિટલમાં ડયૂટી કરનારા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો માટે એસવીએનઆઈટીની હોસ્ટેલમાં ફાળવાયેલી રૂમમાં સિવિલનો મેડિકલ ઓફિસર એક યુવતી સાથે શારીરિક સુખ માણતો ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. સિવિલના તબીબી અધિક્ષકના કાને વાત પહોંચતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
મેડિકલ ઓફિસરે પોતાની સાથે પકડાયેલી યુવતી પોતાની ફિયાન્સી હોવાનો બચાવ કર્યો છે. તેણે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને કાગળ પર માફી પણ લખી આપી છે પણ સિવિલના અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાગિણી વર્માએ જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ મારા સુધી આવી છે અને મેં ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી ડો. મહેશકુમાર વાઢેલ સાથે ચર્ચા કરી છે. ઇન્ટર્ન ડોક્ટરની રૂમમાં યુવતી સાથે રોકાયેલા ડોક્ટર સામે કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે.
આ ઘટનાની વિગત એવી છે કે, કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે કોવિડ હોસ્પિટલમાં ડયૂટી કરનારા ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફ માટે રહેવાની અલાયદી વ્યવસ્થા કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો માટે એસવીએનઆઈટીની હોસ્ટેલમાં વ્યવસ્થા કરાઈ છે.
આ રૂમોની જવાબદારી સંભાળતા સિવિલના એનોટોમી વિભાગના ડો. વિપુલ પટેલ બે દિવસ અગાઉ રૂમો ચેક કરી રહ્યાં હતા, ત્યારે એક રૂમમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોવાથી તપાસ કરતાં સિવિલનો મેડિકલ ઓફિસર એક યુવતી સાથે રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ રૂમ બે ઇન્ટર્ન ડોક્ટરોના નામે હતો ત્યારે મેડિકલ ઓફિસર શું કરતો હતો એવો સવાલ કરાતાં મેડિકલ ઓફિસર કોઈ ખુલાસો કરી શક્યો નહોતો. ડો. વિપુલ પટેલે તબીબી અધિક્ષક ડો. રાગીણી વર્માને આ અંગે જાણ કરતાં તેમણે ડો. વાઢેલ સાથે ચર્ચા કરી છે. આ મેડિકલ ઓફિસર આખી રાત રૂમમાં યુવતી સાથે રોકાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
દેશ
Advertisement