શોધખોળ કરો

Surat Covid-19 Guidelines: અમદાવાદ પછી સુરત કોર્પોરેશને કોરોનાનું સંક્રમણ અટકાવવા શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર

સુરતમાં સૌથી વધુ કોરોના કેસ જે વિસ્તારમાં આવે છે ત્યાં સિટી બસ-BRTS બસ સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સિટી બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. અડાજણ પાલ રિંગરોડ વિસ્તારમાં સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. 

સુરતઃ ગુજરાતમાં આવતી કાલથી સુરત સહિત અમદાવ, વડોદરા અને રાજકોટમાં રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે કોર્પોરેશનોને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલાં ભરવાની છૂટ આપી છે, ત્યારે સુરતમાં કોરોનાના કેસો અટકાવવા માટે સુરત કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. 

સૌથી વધુ કોરોના કેસ જે વિસ્તારમાં આવે છે ત્યાં સિટી બસ-BRTS બસ સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સિટી બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. અડાજણ પાલ રિંગરોડ વિસ્તારમાં સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. 

અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય

અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  વધતા જતા  કોરોનાના કેસના  કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. 

અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુર, મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા,  ગોતા અને બોડકદેવમાં ખાણી-પીણી બજાર રાત્રે બંધ રહેશે.

ચાર શહેરોમાં  નાઇટ કર્ફ્યૂ

ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતી કાલે 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે.

રાત્રી કરફ્યુના નિર્ણય પર st વિભાગ સજ્જ  થઈ ગયું છે. એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સમાચાર આવ્યા છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં જાય. પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ  કરી છે. એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ટેલિફોનીક  સૂચના  આપવામાં આવી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે. 

કોંગ્રેસના ધારાસભ્યનો સરકાર પર આક્ષેપ

કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નાઇટ કર્ફ્યૂ અને કોરોનાના સંક્રમણ મુદ્દે  મોટું નિવેદન આપ્યું છે. ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કોરોના કેસ વધવા પાછળ સરકાર જવાબદાર છે. ચૂંટણી ન કરવા બાબતે હાઇકોર્ટમાં પીએલઆઈ કરી હતી. ચૂંટણીમાં રાજકીય મેળાવડા થયા, ચૂંટણીમાં છૂટછાટને લીધે કોરોના વિસ્ફોટ થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લોકો એકઠા થયા તેનાથી સંક્રમણ વધ્યું.  65 હજાર કરતા વધુ લોકો ક્રિકેટ જોવા એકઠા થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, કરફ્યુના નિર્ણયથી નાના વ્યાપારીની સ્થિતિ કફોડી બનશે. સરકાર 12 થી 6નું કરફ્યુ રાખે તેવી માંગ પણ કરી હતી. 168 કરોડ રૂપિયા માસ્કના મને ખંખેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ સરકાર પર તેમણે કર્યો હતો. 

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ એટલે કે આજે રાત્રે કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે અને આવતીકાલ એટલે કે 17 માર્ચથી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 

નીતિન પટેલનું નિવેદન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે રાજ્યના મહાનગરોમાં વકરી રહેલા કોરોનાને લઈને ગુજરાતની રૂપાણી સરકારે મોટો નિર્ણય લીધો છે અને જે તે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ભરવાની સત્તા મનપા કમિશ્નરોને આપવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાઇટ કર્ફ્યૂની મુદત ગઈ કાલે પૂરી થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઇપાવર કમિટીની મીટિંગમાં નાઇટ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોઈ કારણસર કમનસીબે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેરોનાં કમિશ્નરોને સૂચના આપી છે, પોતાના શહેરનાં નિર્ણયો કમિશ્નરો લઇ શકે છે. આજે ગ્રૂપની બેઠકમાં કર્ફ્યૂ અંગે કયો સમય રાખવો, કેટલો સમય રાખવો, કયા વિસ્તારોમાં રાખવો, બીજા શું પગલા લેવા તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget