શોધખોળ કરો

Surat: જીમ જતી યુવતિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પરિણીતા પર જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પરિણીતા પર જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. શહેરના સલાબતપુરાની પરિણીતા પર જીમ ટ્રેનરે આ કૃત્ય કર્યું, એટલું જ નહીં જીમ સંચાલકની પત્નીએ પણ પરણીતાને ગાળો બોલી ફટકારી હતી.

Surat News: ડાયમંડ નગરી સુરતમાં જીમ જતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરિણીતા પર જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. શહેરના સલાબતપુરાની પરિણીતા પર જીમ ટ્રેનરે આ કૃત્ય કર્યું, એટલું જ નહીં જીમ સંચાલકની પત્નીએ પણ પરણીતાને ગાળો બોલી ફટકારી હતી. પરિણીતાની ફરિયાદ બાદ પોલીસે જિમ ટ્રેનર કૌશરઅલી કુબ્બાવાલાની ધરપકડ કરી હતી. સલાબતપુરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Surat: જીમ જતી યુવતિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પરિણીતા પર જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા બાદ લીવ ઇનમાં રહેતા હતા. પરંતુ ગણતરીના દિવસોમાં જ નાની-નાની વાતોમાં ઝઘડા કરી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરૂધ્ધ નોંધાવી છે. બેગમપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાનો રહેણાંક વિસ્તારના એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં તેનો પરિચય કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા  સાથે થયો હતો.

Surat: જીમ જતી યુવતિઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પરિણીતા પર જીમ ટ્રેનરે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

જીમ ટ્રેનર તેને પર્સનલ ટ્રેનીંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં કૌશરની ઓફિસ અને ઘરે બંને વચ્ચે અનેક વખત એકાંત માણ્યું હતું. તેણી કૌશર સાથે જીવન વીતવવા ઇચ્છતી હોવાથી જાન્યુઆરી 2022 માં પતિને છુટાછેડા આપી કૌશરના ઘરે લીવ ઇનમાં રહેતી હતી. બંનેએ રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો બાદ કૌશર અને તેની વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી. પરંતુ કૌશર અને તેની પત્ની તેને મારી નાંખવાની ધમકી આપતા હતા. જેથી તેણે દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે કૌશર જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરા વિસ્તારમાં કેબલ નેટવર્કનો પણ ધંધો કરે છે.

વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન માટી ધસી પડી

વરાછામાં લંબેહનુમાન રોડ પર શનિવારે સાંજે મેટ્રોની કામગીરી દરિમાયન જે.સી.બી. થી  ખોદકામ વેળા અચાનક માટી ધસી પડતા યુવાન દબાઇ જતા મોતને ભેટયો હતો. વરાછામાં લંબેહનુમાન રોડ સૈફી સોસાયટી નજીક રહેતો 21 વર્ષનો રાજીદ મુકમુદીન આલમ શનિવારે સાંજે રહેણાંક નજીક મેટ્રોની કામગીરીમાં વ્યસ્ત હતો. ત્યાં જે.સી.બી મશીન વડે ખોદકામ કરવાનું કામ ચાલતુ હતું ત્યારે અચાનક માટી ધસી પડતા રાજીદ દબાઇ ગયો હતો. જેથી દોડધામ થઇ ગઇ હતી. હાજર વ્યકિતની નજર પડતા દોડી આવીને રાજીદને બહાર કાઢીને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજીદ મુળ બિહારના કઠીહારનો વતની હતો. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah on Arvind Kejriwal: 'અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે....' જાણો અમિત શાહે આવું કેમ કહ્યું

Pre monsoon Activity: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કરા સાથે પડ્યો વરસાદ

Lok Sabha Election 2024: 'રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે તો...' હાર્દિક પટેલે કર્યો ચોંકાવનારો દાવો

હવામાન વિભાગની માવઠા અને હીટવેવની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગની માવઠા અને હીટવેવની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । સુરતના પુણા વિસ્તારમાંથી મળેલા મૃતદેહનો ઉકેલાયો ભેદ, જુઓ સમગ્ર મામલોNarmada News । નર્મદાના પોઇચામાં ડૂબી ગયેલા સાત પૈકી એક વ્યક્તિનો મળ્યો મૃતદેહGandhinagar News । ગાંધીનગરના ત્રણ યુવાનો બન્યા લૂંટેરી દુલ્હનનો શિકારVadodara News । વડોદરામાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા બુટલેગર વિરુદ્ધ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah on Arvind Kejriwal: 'અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે....' જાણો અમિત શાહે આવું કેમ કહ્યું
Amit Shah on Arvind Kejriwal: 'અરવિંદ કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે....' જાણો અમિત શાહે આવું કેમ કહ્યું
Pre monsoon Activity: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કરા સાથે પડ્યો વરસાદ
Pre monsoon Activity: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કરા સાથે પડ્યો વરસાદ
Lok Sabha Election 2024: 'રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે તો...' હાર્દિક પટેલે કર્યો ચોંકાવનારો દાવો
Lok Sabha Election 2024: 'રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે તો...' હાર્દિક પટેલે કર્યો ચોંકાવનારો દાવો
હવામાન વિભાગની માવઠા અને હીટવેવની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
હવામાન વિભાગની માવઠા અને હીટવેવની આગાહી, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
Job Astrology: પ્રમોશનમાં આવતી હોય બાધા તો કરો આ ગ્રહ સાથે જોડાયેલો ઉપાય, 19 મે નો દિવસ છે ખાસ

ગરમીમાં ઠંડો આઈસ્ક્રીમ આરોગતા પહેલા સાવધાન, રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદકોને ત્યાં દરોડા

T20 World Cup 2024: હાર્દિક પંડ્યાને ટી20 વર્લ્ડ કપ ટીમમાં નહોતા લેવા માંગતા  રોહિત-અગરકર, ચોંકાવનારી હકિકત આવી સામે

What is AIS?: કરદાતાઓની બધી સમસ્યાનું સમાધાન કરી શકે છે આ એક માત્ર દસ્તાવેજ!

Embed widget