Surat: સુરતના પાંચ હજાર વેપારીઓને જીએસટીની નૉટિસ, ઓછુ જીએસટી ભરનારા વેપારીઓ પર તવાઇ, કાર્યવાહી શરૂ
જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, હવે આ કડીમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે
Surat News: જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે, હવે આ કડીમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ સુરતમાં ઓછુ જીએસટી ફાઇલ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરાયુ છે. જીએસટી વિભાગે ઓછુ જીએસટી ભરનારાઓને નૉટિસ ફટકારી છે, લગભગ પાંચ હજારથી વધુ વેપારીઓને આ નૉટિસ ફટકારવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટી વિભાગે એક્શન લેવાનું શરૂ કર્યુ છે, સુરતના વેપારીઓ પર જીએસટી વિભાગે શિકંજો કસવાનું શરૂ કર્યુ છે, જેમાં જેને પણ ઓછો જીએસટી ભર્યો છે, તેવા વેપારીઓને કર ભરવા માટે નૉટીસ ફટકારવામાં આવી છે. સુરતમાં 5 હજારથી વધુ વેપારીઓને જીએસટીએ નોટીસ પાઠવી છે. 2017-18ની સ્ક્રૂટીની કરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી કરી છે. વર્ષ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. પ્રથમ 8 મહિનામાં ટેક્સની રકમ ગણતરી કરીને યોગ્ય ભરપાઈ નથી કરી તે તમામ વેપારીઓને નૉટિસ મોકલાઈ છે. આ ઉપરાંત શહેરમાં 500થી વધુ કરદાતાઓને ટેક્સ ભરપાઈ કરવા માટે પણ નૉટીસ મોકલાઈ છે. જો 500થી વધુ વેપારીઓ ટેક્સ નહીં ભરે તો તેમની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
ઝોમેટોને મળી GST વિભાગની નોટિસ, 400 કરોડ રૂપિયાથી વધુનો છે કેસ
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato ને GST તરફથી કારણ બતાવો નોટિસ મળી છે. આ GST નોટિસની કિંમત 400 કરોડ રૂપિયાથી વધુ છે. કંપનીએ બુધવારે મોડી સાંજે BSE ફાઇલિંગમાં GST તરફથી નોટિસ મળવાની માહિતી આપી હતી.
કંપની પાસેથી આ જવાબ માંગવામાં આવ્યો હતો
કંપનીએ કહ્યું કે તેને આ GST નોટિસ 26 ડિસેમ્બરે મળી હતી. નોટિસમાં ઝોમેટો પાસેથી 402 કરોડ રૂપિયાના બાકી ટેક્સની માંગ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. આ કર લેણદારી ડિલિવરી ચાર્જ પર અનપેઇડ ટેક્સ પર છે અને તે 29 ઓક્ટોબર 2019 થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા માટે છે. GST વિભાગે નોટિસમાં કંપનીને પૂછ્યું છે કે 29 ઓક્ટોબર 2019થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા માટે તેની પાસેથી 402 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ કેમ ન કરવી જોઈએ.
પ્રી-ડિમાન્ડ નોટિસ ગયા મહિને આવી હતી
Zomato ને પણ અગાઉ પ્રી-ડિમાન્ડ નોટિસ મળી ચુકી છે. નવેમ્બરમાં GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ અથવા DGGI એ ઝોમેટો અને પ્રતિસ્પર્ધી કંપની સ્વિગીને 750 કરોડ રૂપિયાની પ્રી-ડિમાન્ડ નોટિસ મોકલી હતી. આ તમામ પ્રશ્નો ફૂડ ડિલિવરી કંપનીઓ અને GST વિભાગ વચ્ચે કરની જવાબદારી અંગે ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ બાબતે મતભેદો
GST વિભાગ ફૂડ ડિલિવરી કંપનીઓ પાસેથી ફૂડ ડિલિવરી ચાર્જના નામે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ પર ટેક્સની માંગ કરી રહ્યું છે. બીજી તરફ ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી કંપનીઓનું કહેવું છે કે તેઓ ડિલિવરી ચાર્જ પોતે લેતા નથી પરંતુ તેઓ રેસ્ટોરન્ટના ભાગીદારો માટે ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે, તેથી તેઓ ડિલિવરી ચાર્જ પર સર્વિસ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. વર્ષ 2023નું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ વર્ષે, IT કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સે મંદી, છટણી અને નુકસાન જેવી બાબતોનો સામનો કરવાનું ચાલુ રાખ્યું. વર્ષના અંત સુધીમાં, Paytm માં પણ છટણીના સમાચાર આવ્યા. આ વર્ષ સ્ટાર્ટઅપ્સ માટે ભારે રહ્યું છે. લગભગ 100 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં 15,000 થી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. Layoffs.FYI ના ડેટા અનુસાર, ઘણી કંપનીઓએ તેમના ખર્ચને ઘટાડવા માટે છટણીનો આશરો લીધો હતો. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન પણ કર્મચારીઓ પર પડી. સમસ્યા એટલી વધી ગઈ કે ઘણા સ્ટાર્ટઅપને બંધ કરવા પડ્યા. ચાલો આ સ્ટાર્ટઅપ્સ પર એક નજર કરીએ.