Surat Diamond Bourse: PM મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગનું કરશે ઉદ્ઘાટન, જાણો સુરત ડાયમંડ બુર્સની શું છે વિશેષતા
Surat News: વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોનમાં છે, જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે, પરંતુ આજથી આ સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન સુરતનું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ લઈ લેશે.
![Surat Diamond Bourse: PM મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગનું કરશે ઉદ્ઘાટન, જાણો સુરત ડાયમંડ બુર્સની શું છે વિશેષતા Surat News: PM Modi will inaugurate the world's largest corporate office building today, know what is the specialty of Surat Diamond Burse Surat Diamond Bourse: PM મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગનું કરશે ઉદ્ઘાટન, જાણો સુરત ડાયમંડ બુર્સની શું છે વિશેષતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/732275b02f07755125f3688d3fef83ef170277603768776_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat Diamond Bourse: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકશે. સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું 'સુરત ડાયમંડ બુર્સ' રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ ઉપસ્થિત રહેશે. વિશ્વમાં સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ અમેરિકાના પેન્ટાગોનમાં છે, જે 65 લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે, પરંતુ આજથી આ સૌથી મોટા બિલ્ડીંગનું સ્થાન સુરતનું ડાયમંડ બુર્સ બિલ્ડીંગ લઈ લેશે.
ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી મળશે. જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં 67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે. સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.
અહી દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.
વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બુર્સની એક ઝલક
- 67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા
- હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ
- 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને 4500 થી વધારે ડાયમંડ ટ્રેડીંગની ઓફિસ
- બિલ્ડીંગ યુટિલીટી સર્વિસીસને મોનિટરીંગ કરવા બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ
- દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર “સ્પાઈન”
- ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લીયરન્સ હાઉસની સુવિધા
- સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
- સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલીંગ સિસ્ટમ
- ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
- યુટિલીટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
- પ્રત્યેક બે ટાવર વચ્ચે 6,૦૦૦ સ્કવેર મીટર (3 વિઘા) જેટલું ગાર્ડન
- સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
- 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રીયન ગેટ
- દરેક ટાવરમાં લકઝુરીયસ એન્ટ્રન્સ ફોયર
- એક્સેસ કંટ્રોલ સિસ્ટમ - ટચ લેસ અને કાર્ડ લેસ
સુરત ડાયમંડ બુર્સ કોઈ એક કંપનીએ કે વ્યક્તિએ તૈયાર નથી કર્યું પરંતુ સુરત અને મુંબઇના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા 4 હજારથી વધુ વેપારીઓએ સાથે મળીને આ ડાયમંડ બુર્સનું સ્વપ્ન સાકાર કર્યું છે. 4 હજારથી વધુ વેપારીઓએ સાથે મળી એક કંપની બનાવી અને પોતાની જરૂરિયાત મુજબ જગ્યા અહીં ખરીદી છે. વિશ્વમાં યુનિક કહી શકાય તેવા આ પ્રોજેક્ટની કલ્પના પણ અન્ય વ્યવસાયીઓ કરી શકતા નથી, ત્યારે સુરતના હીરાના વેપારીઓએ એ કલ્પનાને વાસ્તવમાં પૂર્ણ કરી બતાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)