સુરતમાં યુવકને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ 96 લાખ પડાવ્યા, પૈસા મળતા પ્રેમી સાથે થઈ ગઈ ફરાર
ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. હાલમાં ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Surat News: સુરતના વેડ રોડ વિસ્તારમાં પ્રેમિકાનું કારસ્તાન સામે આવ્યું છે. યુવકને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ 96 લાખ પડાવ્યા હતા. પૈસા મળતા પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જેને લઈ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
શું છે મામલો
સુરતના વેડ રોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જે બાદ પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. હાલમાં ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા સુરત શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતિ પર એસિડ એટેક કરવાની અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી યુવતિએ પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. જામીન મુક્ત થયેલા યુવકે ફરી યુવતિને ફોન કરીને મેં તુમસે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો જેલ મે જાકે આયા, આઠ દિન મેં છુટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે સે દોસ્તી હો ગઇ હે, ઉસે પૈસે દેકે મરવા દુંગા એવી ધમકી આપી જબરજસ્તી ઘરમાં ઘુસી જતાં મામલો ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પાંડેસરા-બમરોલી રોડ વિસ્તારમાં રહેતી યુવતિ સાથે ત્રણ વર્ષ અગાઉ વિપીન ત્રિવેણીપ્રસાદ શુકલાએ સોશિયલ મીડીયા થકી મિત્રતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મિત્રતા નહીં થતા વિપીને તેનો પીછો કરી કનડગત કરવાનું તથા સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી મોબાઇલ નંબર મેળવી મેસેજ અને કોલ કરી મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ એટેક કરવાની તથા બિભત્સ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતિએ ગત ડિસેમ્બરમાં વિપીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જામીન પરથી છૂટ્યા બાદ એક તરફી પ્રેમમાં પાગલ વિપીને પુનઃ અજાણ્યા નંબરથી કોલ કરી વિપીન બોલ રહા હું, મેં તુમ સે શાદી કરના ચાહતા હું, તુમને કેસ કિયા તો મે જેલ મે જાકે આયા હું, આઠ દિન મે છુટ ગયા હું, જેલ મેં પાંચ-દસ મર્ડર કરને વાલે ગુંડ હે ઉન્સે મેરી દોસ્તી હો ગઇ હે, ઉસકો પૈસે દે કે તેરે કો મરવા દુંગા એવી ધમકી આપી હતી. ઉપરાંત ગત 26 જાન્યુઆરીએ અલથાણ ખાતે તે ઇવેન્ટમાં ગઇ હતી ત્યાં વિપીન પીછો કરતા ઘસી આવ્યો હતો અને મેં તુમસે હી શાદી કરૂંગા, અગર તુમને મુજ સે શાદી નહીં કિયા તો તુમ્હે છોડુંગા નહીં એમ કહી હુમલો કરવાની કોશિષ કરી હતી. 1 ફેબ્રુઆરીએ વિપીન જબરજસ્તી દિપીકાના ઘરમાં ઘુસી શાદી કરૂંગા તો તુમસે હી કરૂંગા એમ કહી હાથ પકડી બિભત્સ હરકત કરી હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકના આવી હરકતોથી તંગ આવીને યુવતિએ ફરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.