સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતી ટોળકી ઝડપી, આ રીતે ચલાવતા હતા રેકેટ
Surat News: પોલીસે 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યા છે.
Surat News: સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકી ઝડપી પાડી છે. એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી પાંચની ધરપકડ કરી છે.પોલીસે 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યા છે. છ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલવતા પાંચ પૈકી બે આધારકાર્ડ બનાવતા અધિકૃત એજન્ટ છે.
રેઇડમાં કયા કયા દસ્તાવેજો મળ્યા
સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના પાંચને ઝડપી પાડી તેમની પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન કબજે કર્યો હતો.
કેટલા રૂપિયામાં અને કેવી રીતે બનાવી આપતા હતા બોગસ ડોક્યુમેંટ
સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ મળેલી હકીકતના આધારે ખરાઈ કર્યા બાદ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે એ.કે.મોબાઈલ શોપમાં રેઈડ કરી ત્યાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબૂબ યાકુબ શેખ, વસીમ બદરુદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઇમભાઈ પટેલને ઝડપી લીધા હતા. આ ટોળકી રૂ.1500 થી રૂ.3000 માં કોઈપણ દસ્તાવેજ પોતાના લેપટોપ કે કોમ્પ્યુટરના ફોટોશોપમાં એડિટ કરી બનાવી આપતા હતા.
કેટલા લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન મળી કુલ રૂ.3.27 લાખનો મુદ્દામાલ કબજે કરી તેમના લેપટોપ અને કોમ્પ્યુટરના બીન ફોલ્ડરમાં મળેલી પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ્સને રિકવર કરવા એફએસએલની મદદ લીધી છે. છ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલવતા પાંચ પૈકી સકલૈન નઇમભાઈ પટેલ અને નૂર વઝીર સૈયદ આધારકાર્ડ બનાવતા અધિકૃત એજન્ટ હોય પોતાના આઇડીનો ઉપયોગ કરી બાંગ્લાદેશી સહિત જેમને બોગસ દસ્તાવેજોની જરૂર હોય તેમને દસ્તાવેજ બનાવી આપતા હતા.
સુરતમાં આઈટી એન્જિનિયરને ફસાવ્યો હનીટ્રેપમાં
સુરત શહેરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આ હનીટ્રેપમાં એક આઈટી એન્જિનિયરને ફસાવવામાં આવ્યો છે. એન્જિનિયર યુવકને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી 10 લાખ રુપિયાનો તોડ કરવામાં આવ્યો છે. એન્જિનિયરને સ્પાના નામે ફાર્મહાઉસમાં બોલાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આઈટી એન્જિનિયર પાસેથી 10 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. હનીટ્રેપની આ ઘટનાને લઈ સુરતમાં હાહાકાર મચી ગયો છે.