શોધખોળ કરો

રાજકોટ બાદ સુરત પોલીસે પણ નવરાત્રિના આયોજકો માટે કડક નિયમો જાહેર કર્યા

Rules For Navratri 2024: રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

Navratri 2024: સુરત શહેરમાં આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન આયોજકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે. રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.

સુરત શહેર હદ વિસ્તારમાં જાહેર અને ખાનગી સ્થળોએ યોજાતા તમામ ગરબા, રાસ, રામલીલા કે દાંડીયારાસ કાર્યક્રમના આયોજકોએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી, મહીલાઓની સુરક્ષા અને ટ્રાફીક નિયમન અંગે નીચે મુજબની સુચનાઓ કરવામાં આવે છે.

  • ગરબા/કાર્યક્રમના સ્થળ તેમજ પાકીંગના સ્થળ સંપુર્ણ અને પુરતા પ્રકાશિત રહેવા જોઇએ.
  • મોટા ગરબાના સ્થળોએ પાર્કગિની જગ્યા, ખાણી પીણીની જગ્યા, ખેલૈયાઓની જગ્યા અને જોનાર પ્રેક્ષકો બેસે તે જગ્યા સહિત સમગ્ર કાર્યક્રમને આવરી લે તેવી સીસીટીવી/ વિડીયો રેકોર્ડીગની સુવીધા આયોજકોએ ફરજીયાત કરવાની રહેશે અને સીસીટીવી/ કેમેરા પુરતી સંખ્યામાં અને યોગ્ય ગુણવત્તા મુજબ નાઇટ વિઝન કેમેરા લગાવવાના રહેશે અને આ રેકોર્ડીગની એક નકલ બીજા દિવસે ક.૧૨/૦૦ સુધી અવશ્ય સ્થાનિક પો.સ્ટે. જમા કરાવવાની રહેશે. તેમજ રેકર્ડની નકલ ઓછામાં ઓછા ૩૦ દીવસ સુધી જાળવી રાખવાની રહેશે.
  • મોટા ગરબામાં આવતા તમામ વ્યકિતઓની ડોર ફ્રેમ મેટલ ડીટેકટર (DFMD), હેન્ડ હેલ્ડ મેટલ ડીટેકટર (HHMD) થી ચેકીંગ અને ફ્રીસ્કીંગ કરવાનું રહેશે. મહીલાઓ માટે ફરજીયાત મહીલા સુરક્ષા કર્મચારી દ્વારા ચેકીંગ થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે તેમજ મહીલાઓના ચેકીંગ માટે અલગથી એનકલોઝર બનાવવાના રહેશે.
  • ગરબા શરૂ થતાં પહેલાં દરરોજ કાર્યક્રમ સ્થળનું સંપુર્ણ ચેકીંગ કરી કોઇ શંકાસ્પદ કે બીનવારસી ચીજવસ્તુઓ કે સ્ફોટક પદાર્થો ન હોવાની ખાત્રી આયોજકોએ કરવાની રહેશે
  • મોટા ગરબાના સ્થળે કોઇપણ પ્રકારનું બેગ, પેકેટ, પાર્સલ, સ્ફોટક અને જવલનશીલ પદાર્થો વિગેરે લઇ જવા પર પ્રતિબંધ રહેશે.
  • ગરબા રમનાર લોકોના સામાન મૂકવા માટે ગરબા ની જગ્યાએથી થોડે દુર સામાન રાખવા લોકર અથવા વૈક લ્પીક વ્યવસ્થા કરવાની રહેશે.
  • મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ રાઉન્ડ ધી ક્લોક પ્રાઇવેટ સિક્યુરીટી/સ્વયંસેવકોની (૨૪ કલાક) વ્યવસ્થા રાખવાની રહેશે.
  • મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ પ્રેક્ષકો ગરબા રમવાની જગ્યામાં ઉભા રહેવાની કે ફરવાની છુટ આપી શકશે નહી અને ગરબા રમવાના સ્થળ અને પ્રેક્ષકો વચ્ચે જરૂરી બેરીકેડીંગ કરવાનું રહેશે અથવા બંનેને અલગ પાસ આપવાની વ્યવસ્થા કરવાની રહેશે.
  • ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના તા.૧૩/૦૬/૨૦૧૯ ના નોઇઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કન્ટ્રોલ) રુલ્સ મુજબ તમામ સાઉન્ડ સીસ્ટમ અને લાઉડ સ્પીકરને નવરાત્રીના તહેવાર દરમ્યાન ક.૨૪/૦૦ (રાત્રીના ક.૧૨/૦૦ સુધી) જ ચાલુ રાખવાની પરવાનગી હોય તેનો બીનચુકે અને અવશ્યપણે અમલ કરવાનો રહેશે.
  • નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાત્રીના સમયે લાઉડ સ્પીકર/ડી.જે સાઉન્ડ દૂવારા ઉત્પન્ન થતા અવાજની તીવ્રતા નિયત કરેલ ડેસીબલથી વધે નહી તેમજ રાત્રિના સમયે લાઉડ સ્પીકર વગાડવા બાબતે સમય મર્યાદા નક્કી કરેલ હોય નવરાત્રી મહોત્સવની ઉજવણી અન્વયે રાત્રે સમય મર્યાદા બહાર લાઉડ સ્પીકરો વગાડવા નહી.
  • ખાનગી સ્થળોએ યોજાતા મોટા ગરબાના સ્થળોએ આયોજન મુજબ પુરતા પ્રમાણમાં વાહનોના પાર્કીગની સુવીધા રાખવાની રહેશે. પાર્કીગની અપુરતી સુવીધા વાળા મોટા ગરબાના આયોજકોને કાર્યક્રમની પરવાનગી આપવામાં આવશે નહી. પાર્કીંગની જગ્યા ગરબાની જગ્યાએથી થોડે દુર હોય તે જોવાનું રહેશે.
  • પાર્કિંગના સ્થળે અને ગરબાના પ્રવેશ ધ્વાર અને નિકાસ ધ્વાર ઉપર જરૂરી સંખ્યામાં ખાનગી સીકયુરીટીના માણસો અથવા સ્વયંસેવકો મુકવાના રહેશે અને ટ્રાફીક નિયમન કરવાનું રહેશે.
  • પાર્કીગમાં વાહનોની સલામતી/ચોરી અંગે વિશેષ તકેદારી રાખવાની રહેશે.
  • પાર્કિંગની જગ્યા સિવાય અન્ય કોઇ જગ્યાએ જાહેર રોડ ઉપર વાહનો પાર્ક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે.
  • ગરબાના આયોજકોએ એસ.એમ.સી. હેલ્થ, ફાયર અને સેફટી વિભાગ આર એન્ડ બી. (ઇલેકટ્રીક) પાસેથી વાયરીંગ અને ઇલેકટ્રીક
  • ફીટીંગ બાબતેની એન.ઓ.સી. તેમજ સરકારી અન્ય વિભાગની જરૂરી પરવાનગી મેળવી લેવાની રહેશે.
  • મોટા ગરબા સ્થળોએ ખાણી/પીણા વેચવાની જગ્યા કે સ્ટોલ ગરબાના મુખ્ય સ્થળથી અલગ અને દુર રાખવી અને આ અંગે એસએમસીના સબંધીત વિભાગના જરૂરી લાઇસન્સ મેળવી લેવાના રહેશે.
  • ગરબા કાર્યક્રમના સ્થળોએ કે સ્ટેજ પર કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડવા કે આતશબાજી કરવાની રહેશે નહી. ગરબા કાર્યક્રમના સ્થળોએ જરૂરી અને પુરતી સંખ્યામાં ફાયર ફાયટીંગ/આગ ઓલવવાના જરૂરી સાધનો અને ફાયર સેફ્ટીના સાધનો રાખવાના રહેશે.
  • ગરબા કાર્યક્રમના સ્થળોએ વૈકલ્પિક પાવર સપ્લાયની સુવિધા રાખી જરૂરી માત્રામાં પાવર જનરેટર સ્ટેન્ડબાય અને ઉપલ્બ્ધ રાખવાના રહેશે તેમજ સ્વયં સેવકોએ હાથમાં ટોર્ચ રાખવાની રહેશે.
  • મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ આયોજકોએ જરૂરી પ્રાથમિક સારવાર અને એમબ્યુલન્સની સુવિધા રાખવાની રહેશે.
  • ગરબા કાર્યક્રમના સ્થળોએ ઇમરજન્સી સેવાઓ જેવીકે ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ કન્ટ્રોલ રૂમ અને નજીકના પોલીસ સ્ટેશનના નંબરોના સ્પષ્ટ દેખાય તેવા સ્થળોએ મોટા બેનરો રાખવાના રહેશે.
  • મોટા ગરબા કાર્યક્રમના સ્થળોએ આયોજકોએ ટ્રાફીક જાગૃતિ, મહીલા સલામતી, ૧૦૦ પોલીસ કંટ્રોલ રૂમ, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, વ્યસન મુક્તિ કે સ્વચ્છતા અને પ્લાસ્ટીકના ઉપયોગ ઘટાડવા સબંધી જાગૃતિ માટેના હોર્ડીંગસ જરૂરી લાઇટીંગ સાથે કાર્યક્રમ સ્થળે સ્પષ્ટ દેખાય તેવા મોકાના સ્થળોએ લગાવવાના રહેશે.

આ પણ વાંચોઃ

ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક! ભૂપેન્દ્ર પટેલ સરકારે 668,00,00,000 રૂપિયા મંજૂર કર્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: અસરદારHun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસPM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: વિરાટ-રોહિત કરતાં પણ હેનરિક ક્લાસેન રિટેન્શનમાં સૌથી મોંઘો, જાણો 10 સૌથી મોંઘા ખેલાડી કોણ છે
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
Diabetic Coma: શુગર લેવલ કંટ્રોલ ન કરવાથી દર્દી કોમામાં જઈ શકે છે, જાણો કેટલું શુગર લેવલ ખતરનાક હોય
Diabetic Coma: શુગર લેવલ કંટ્રોલ ન કરવાથી દર્દી કોમામાં જઈ શકે છે, જાણો કેટલું શુગર લેવલ ખતરનાક હોય
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
KKR એ IPL 2025 માટે 6 ખેલાડીઓ કર્યા રિટેન,રિન્કુ સિંહ પર શાહરુખ ખાને કર્યો કરોડો રુપિયાનો વરસાદ
KKR એ IPL 2025 માટે 6 ખેલાડીઓ કર્યા રિટેન,રિન્કુ સિંહ પર શાહરુખ ખાને કર્યો કરોડો રુપિયાનો વરસાદ
Embed widget