Smart City: દેશના 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં સુરત બીજા ક્રમે, જાણો કયા શહેરે મારી બાજી
ગત વર્ષે ઑક્ટોબરમાં ઇન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયુ હતું.
Smart City: સુરત સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે આવ્યું છે. આગામી 27 સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરાશે. દેશની 100 ટોચની સ્માર્ટ સિટીમાં ઇન્દોર પ્રથમ ક્રમે છે. ઇન્દોરને ‘બેસ્ટ નેશનલ સ્માર્ટ સિટી’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે ત્રીજા ક્રમે આગ્રા રહ્યું.
રાજ્યોમાં કોણે મારી બાજી
રાજ્યોમાં મધ્યપ્રદેશને ‘બેસ્ટ સ્ટેટ એવોર્ડ’માં બાજી મારી છે. તમિલનાડુ બેસ્ટ સ્ટેટ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા સ્થાને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ બંને ચમક્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ચંડીગઢે પહેલું સ્થાન હાંસલ કર્યું છે. ગત વર્ષે ઑક્ટોબરમાં ઇન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયુ હતું.
બિલ્ટ એન્વાયર્નમેન્ટ માટે કોઈમ્બતુરને ટોચનું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદને કલ્ચર એન્ડ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) કેટેગરીમાં, અર્થતંત્ર માટે જબલપુર, ગવર્નન્સ એન્ડ મોબિલિટી માટે ચંદીગઢ, સ્વચ્છતા, પાણી અને શહેરી પર્યાવરણ માટે ઈન્દોર, સામાજિક પાસાઓ માટે વડોદરા, હુબલી ધારવાડની પસંદગી કરવામાં આવી છે. ઈનોવેટિવ આઈડિયા કેટેગરી માટે અને સુરતની કોવિડ ઈનોવેશન કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉદ્યોગ માટે પાર્ટનર એવોર્ડ Enviro Control Pvt (Infrastructure), L&T કન્સ્ટ્રક્શન અને PwCને આપવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ 27 સપ્ટેમ્બરે ઈન્દોરમાં ISAC 2022 એવોર્ડના વિજેતાઓને સન્માનિત કરશે.
Delighted to note that @SmartCities_HUA has announced the #ISAC2022 Awards!
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 25, 2023
64 awards announced today celebrate laudable performance across categories including Project, Innovation, COVID Innovation, Best City, & State awards. @narendramodi @PMOIndia @AmitShah @MoHUA_India pic.twitter.com/8ZyrYILyBh
MoHUA તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ISAC શહેરો, પ્રોજેક્ટ્સ અને નવીન વિચારોને ઓળખે છે અને પુરસ્કાર આપે છે જે 100 સ્માર્ટ શહેરોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે, તેમજ સમાવેશી, સમાન, સલામત, સ્વસ્થ અને ઉત્સાહી ભાગીદાર શહેરોનું નિર્માણ કરે છે, જેનાથી જીવનની ગુણવત્તામાં વધારો થાય છે. અગાઉ, ISAC ની 2018, 2019 અને 2020 માં ત્રણ આવૃત્તિઓ થઈ છે.
India’s cleanest city for 6 years also secures the top position in #ISACAwards2022!
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 25, 2023
Surat follows at the 2nd Position & historic city of Agra at 3rd Place!
Heartiest congratulations on this remarkable performance!@narendramodi@ChouhanShivraj @Bhupendrapbjp @myogiadityanath pic.twitter.com/LpQ5XGRkkS