Surat : મોબાઇલ પર યુવતીઓના ફોટા મોકલી કરવામાં આવતી મજા માણવાની ઓફર, ગ્રાહકો પાસેથી કેટલો વસૂલાતો ચાર્જ?
સ્પાના સંચાલકો દ્વારા ગ્રાહકોને મોબાઇલ પર ફોનમાં લીંક મોકલી વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધ માણવાની ઓફર કરવામાં આવતી હતી. તેમજ ગ્રાહક રિપ્લાય આપે તો યુવતીઓના ફોટા મોકલવામાં આવતા હતા. સંચાલકો મેસેજ મોકલતી વ્યક્તિને રોજના 1200 રૂપિયા ચૂકવતા હતા.
સુરતઃ શહેરના વેસુ વીઆઇડી રોડ પર આવેલા સ્પામાં વિદેશી યુવતીઓને લાવીને ચલાવાત કૂટણખાનાના પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીને આધારે રેડ કરતાં 3 સંચાલકો સહિત 9ની ધરપકડ કરી છે. પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસની રેડમાં સ્પાની અલગ અલગ પાંચ કેબિનોમાં વિદેશી યુવતીઓ યુવકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.
સ્પાના સંચાલકો દ્વારા ગ્રાહકોને મોબાઇલ પર ફોનમાં લીંક મોકલી વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધ માણવાની ઓફર કરવામાં આવતી હતી. તેમજ ગ્રાહક રિપ્લાય આપે તો યુવતીઓના ફોટા મોકલવામાં આવતા હતા. સંચાલકો મેસેજ મોકલતી વ્યક્તિને રોજના 1200 રૂપિયા ચૂકવતા હતા.
પોલીસને આ અંગે બાતમી મળતા તેમણે ડમી ગ્રાહક મોકલ્યો હતો. જેનો ઇશોર મળતા જ પોલીસે રેડ પાડી હતી. જેમાં અલગ અલગ પાંચ કેબિનોમાંથી યુવતીઓ કઢંગી હાલતમાં ગ્રાહકો સાથે મળી આવી હતી. પોલીસે રેડ કરીને ત્રણ સંચાલકો સહિત નવ લોકોની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે રોકડા 18,260 અને 10 મોબાઇલ સહિત 3.46 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, વેસુ વીઆઇપી રોડ પર આવેલા એલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં છેલ્લા 7 મહિનાથી કૂટણખાનું ચાલી રહ્યું હતું. સ્પામાં 8 કેબિન બનાવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. સ્પાની આડમાં દેહવિક્રયનો ધંધો કરવા માટે સ્પા સંચાલકો ટુરિસ્ટ વિઝા પર થાઇલેન્ટથી યુવતીઓનો બોલાવતા હતા.
સ્પામાં આવતા ગ્રાહકોને વિદેશી યુવતીઓ સાથે શારીરિક સંબંધની ઓફર આપવામાં આવતી હતી અને ગ્રાહક દીઠ હજાર રૂપિયા વસૂલીને તેમને યુવતીઓ સાથે કેબિનમાં સંબંધ બાંધવા દેવામાં આવતા હતા. ગ્રાહકો પાસેથી લેવાતા હજાર રૂપિયામાંથી 500 રૂપિયા યુવતીઓને અપાતા હતા.
પેટ્રોલિંગ કરી રહેલી ખટોદરા પોલીસને લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતાં તેમણે સ્પામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં યુવતીઓ ગ્રાહકો સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. સ્પામાંથી થાઇલેન્ડની પાંચ યુવતીઓ મળી આવી છે. તેમજ સ્પામાંથી 6 ગ્રાહક અને 3 સંચાલકો પણ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહકો અને સંચાલકોની ધરપકડ કરી છે. તેમજ થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.