શોધખોળ કરો
Advertisement
સુરતમાં સ્પામાં કામ કરતી થાઈલેન્ડની યુવતીની હત્યારી યુવતીએ બોયફ્રેન્ડ પાસેથી લીધા હતા કેટલા લાખ રૂપિયા ?
લોક્ડાઉનને કારણે પૈસા કમાય ન શકતા આઇડાએ તેના બોયફ્રેન્ડ પાસેથી 6 લાખ અને અન્ય મિત્રો પાસેથી અંદાજે 8 લાખ રૂપિયા લીધા હતા.
સુરતઃ શહેરના ચકચારી થાઈ યુવતીના હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. થાઈ યુવતી વનિડા ઉર્ફે મીમ્મીની હત્યા બીજા કોઇએ નહીં, પરંતુ તેના જ શહેરની અને થેરાપિસ્ટ યુવતી આઇડાએ કરી છે. આઇડાએ વનિડાની હત્યા લૂંટને ઇરાદે કરી હતી. આઇડા પાસેથી વનિડાના 2 મોબાઈલ, સોનાની ચેન અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા. લૂંટના ઇરાદે આઇડાએ વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કર્યા બાદ ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી. ત્યારે આ કેસમાં હત્યારી આઇડાને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તેણે પોતાના બોયફ્રેન્ડ પાસેથી છ લાખ અને મિત્રો પાસે મળી 8 લાખ લીધા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે.
પોલીસ પૂછપરછમાં આઇડાએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2017થી નિયમીત પણે ટુરીસ્ટ વિઝા પર ભારત આવતી હતી. તેમજ મોટાભાગે સુરતમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી હતી. લોક્ડાઉન અગાઉ સુરત આવી હતી અને તારીખ 26 સપ્ટેમ્બરના રોજ વિઝા પૂરા થઇ રહ્યા હતા. જેથી તે પરત વતન જવાની હતી. પરંતુ લોક્ડાઉનને કારણે પૈસા કમાય ન શકતા આઇડાએ તેના બોયફ્રેન્ડ પાસેથી 6 લાખ અને અન્ય મિત્રો પાસેથી અંદાજે 8 લાખ રૂપિયા લીધા હતા. બીજી તરફ વતન જતી વખતે પણ તેણે લાખ્ખો રૂપિયા લઇ પરત જવાની ઇચ્છા હતી.
પોલીસે મૃતક વનિડાની સોનાની ચેન ઉપરાંત 2 આઇફોન પણ કબ્જે લીધા હતા. પોલીસ પૂછપરછમાં આઇડાએ 2 આઇફોન પૈકી 1 આઇફોન પોતાના રિક્ષાવાળાને ગિફ્ટમાં આપી દીધો હતો. આ રિક્ષાવાળો રોજ તેણીને સ્પાથી ઘરે અને ઘરેથી સ્પામાં લઇ જતો હતો. બીજો ફોન ધાબડા અને તકિયામાં છુપાવી તેને વ્યવસ્થિત પેક કરી એક પ્લાસ્ટીકની બેગમાં મુકી રીક્ષા ચાલકને આપી હતી. એડાએ રીક્ષા ચાલકને કહ્યું હતું કે તેમાં નકામો કચરો છે અને કચરાપેટીમાં નાંખી દેજે. પરંતુ રીક્ષા ચાલક બેગ ઘરે લઇ ગયો આ બેગ પણ પોલીસે કબ્જે કરી તેમાંથી મોબાઇલ ફોન રીકવર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement