શોધખોળ કરો
Advertisement
સુરતમાં થાઈ યુવતીની હત્યા પછી તેનો આઈફોન કોને આપી દીધેલો ? બાકીના બે ફોનનું શું કર્યું ?
પોલીસે મૃતક વનિડાની સોનાની ચેન ઉપરાંત 3 આઇફોન પણ કબ્જે લીધા હતા. પોલીસ પૂછપરછમાં આઇડાએ 3 આઇફોન પૈકી 1 આઇફોન પોતાના રિક્ષાવાળાને ગિફ્ટમાં આપી દીધો હતો.
સુરતઃ શહેરના ચકચારી થાઈ યુવતીના હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. થાઈ યુવતી વનિડા ઉર્ફે મીમ્મીની હત્યા બીજા કોઇએ નહીં, પરંતુ તેના જ શહેરની અને થેરાપિસ્ટ યુવતી આઇડાએ કરી છે. આઇડાએ વનિડાની હત્યા લૂંટને ઇરાદે કરી હતી. આઇડા પાસેથી વનિડાના 3 મોબાઈલ, સોનાની ચેન અને રોકડા રૂપિયા મળી આવ્યા છે. લૂંટના ઇરાદે આઇડાએ વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કર્યા બાદ ઠંડે કલેજે હત્યા કરી દીધી હતી.
પોલીસે મૃતક વનિડાની સોનાની ચેન ઉપરાંત 3 આઇફોન પણ કબ્જે લીધા હતા. પોલીસ પૂછપરછમાં આઇડાએ 3 આઇફોન પૈકી 1 આઇફોન પોતાના રિક્ષાવાળાને ગિફ્ટમાં આપી દીધો હતો. આ રિક્ષાવાળો રોજ તેણીને સ્પાથી ઘરે અને ઘરેથી સ્પામાં લઇ જતો હતો. જ્યારે 2 આઇફોન તેણીએ બ્લેનકેટમાં સંતાડી દીધા હતા. જે બ્લેનકેટ પણ પોતાના આ રિક્ષાવાળાને જ વોશ કરવાના બહાને આપ્યું હતું. જોકે, પોતે કહે ત્યારે બ્લેનકેટ વોશ કરવા આપવાનું એમ આઇડાએ રિક્ષાવાળાને કહ્યું હતું. પોલીસે રિક્ષાવાળા પાસે બ્લેનકેટમાં છુપાવેલા બે આઇફોન પણ કબ્જે કર્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે આઇડાએ વનિડાની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે અને પ્રાથમિક તપાસમાં આઇડાએ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે સીસીટીવી કેમેરાને આધારે આઇડાના ઘરની તપાસ કરી હતી. જ્યાં ઘરના કિચનમાં તલાશી સમયે ચોખાના ડબ્બામાં છુપાવેલી મૃતકની ગોલ્ડ ચેઇન મળી આવી હતી. આ રીતે પોલીસને પહેલી ક્લુ મળી હતી. જોકે, આઇડાએ હત્યાને કઇ રીતે અંજામ આપ્યો તે અંગે પોલીસે હજુ સુધી કોઇ ફોડ પાડયો નથી. દારૂ પીધા બાદ અર્ધબેહોશ હાલતમાં વનિડાની ગળું દબાવીને હત્યા કર્યા બાદ સળગાવી દીધી છે કે કેમ તે જાણવા પોલીસ આઇડાની પૂછપરછ કરી રહી છે.
પૂછપરછ સમયે આઇડા પોલીસ પાસે સબૂત માંગતી હતી. અગાઉ પણ આઇડાએ રાત્રે મૃતક વનિડા સાથે તેના રૂમમાં ઝીંગા-દારૂની પાર્ટી કરી હોવા છતાં તે વનિડાના ઘરે ગઇ હોવાનો ઇન્કાર કરતી હતી. અંતે પોલીસને વનિડાના રૂમ પાસે તેની અવર-જવરના સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતા. વળી, ફૂટેજમાં દેખાતી યુવતીના કપડાં પણ આઇડાના રૂમમાંથી મળી આવ્યા હતા. આ ફૂટેજ બતાવ્યા બાદ તેણીએ વનિડા સાથે પાર્ટી કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે, હત્યા અંગે પોતે અજાણ હોવાનું રટણ કરતી રહી હતી. જોકે, તેના રૂમમાંથી મળી આવેલી મૃતકની ગોલ્ડ ચેઇન બતાવતા જ આઇડાના હોંશકોંશ ઉડી ગયા હતા અને બાદમાં ગુનાની કબૂલાત કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement