Surat : ઇન્દિરા આવાસના 2 મકાન ધરાશાયી થતાં 2 વર્ષીય બાળકીનું મોત, 8 ઘાયલ
ઓલપાડના એરથાણ ગામે મોડી રાત્રે બે મકાન ધરાશાયી થતાં એક બાળકીનું મોત થયું છે. જ્યારે 8 લોકોનો મોત થવાના છે. ઇન્દિરા આવાસના 2 મકાન ધરાશાયી થયા હતા. 8 લોકો ઇજાગ્રસ્ત, એક 2 વર્ષીય બાળકીનું મોત થયું છે.
સુરતઃ ઓલપાડના એરથાણ ગામે મોડી રાત્રે બે મકાન ધરાશાયી થતાં એક બાળકીનું મોત થયું છે. જ્યારે 8 લોકોનો મોત થવાના છે. ઇન્દિરા આવાસના 2 મકાન ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક 2 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.
2005/ 06માં ઇન્દિરા આવાસનું નિર્માણ થયું હતું. કુલ 30 જેટલા મકાનો આવેલા છે. તમામ મકાન જર્જરિત હાલતમાં છે. સ્થાનિકો દ્વારા વારંવાર સરપંચ તેમજ તલાટીને રજુઆત કરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય લોકો ને સામાન્ય ઇજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. જર્જરતી મકાનની દીવાલ ધરાશાયી થયા બાદ બંને મકાનો તૂટી પડયા હતા. સ્થાનિકોઓએ અવાર નવાર જર્જરિત આવાસ ફરી બનાવવાની માંગણી કરી હતી
મૃતક અને ઘાયલોના નામ
પરેશ ગણપત રાઠોડ 30
સુનિતા પરેશ રાઠોડ 25
પવન પરેશ રાઠોડ 6
પાયલ પરેશ રાઠોડ 2 મૃતક
રેખા મેલજી રાઠોડ 28
જીગ્નેશ મેલજી રાઠોડ 14
સાહિલ મેલજી રાઠોડ 11
ભરત રમેશ રાઠોડ 36
સુરજ મેલજી રાઠોડ 9
ગુજરાતમાં કોરોનાને લઈને મોટા રાહતના સમાચારઃ હવે 12 જિલ્લા બન્યા કોરોનામુક્ત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને ધીમે ધીમે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસો 200ની અંદર આવી ગયા છે. આ સાથે રાજ્યના 12 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 12 જિલ્લામાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 5 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ પછી ઉત્તર ગુજરાતમાં 3, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બે-બે જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો માત્ર 194 જ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી, મધ્ય ગુજરાતમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને નર્મદા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.
આ સિવાય વલસાડ, મહીસાગર, બોટાદ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે આ 3 જિલ્લામા માત્ર 1-1 એક્ટિવ કેસ છે. અત્યારે ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 61 એક્ટિવ કેસ છે. આ પછી વડોદરામાં 43, સુરતમાં 17 અને રાજકોટમાં 14 એક્ટિવ કેસ છે. આ સિવાયના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં એક્ટિવ કેસો છે.