(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરતમાં મારામારીમાં બે યુવકોની હત્યા, પોલીસે પાંચ જણાની કરી અટકાયત
શહેરના ચોકબજાર પંડોળ વિસ્તારમાં ખૂની ખેલમાં બે યુવકોને ઘાટ ઉતારાયા હતા
સુરતઃ સુરતમાં ડબલ મર્ડરની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, શહેરના ચોકબજાર પંડોળ વિસ્તારમાં ખૂની ખેલમાં બે યુવકોને ઘાટ ઉતારાયા હતા. પંડોળ વિસ્તારમાં થયેલી મારામારીમાં બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. સામાન્ય બોલાચાલીમાં પાંચ જેટલા શખ્સોએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે તો બીજાનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ આ કેસમાં ચોકબજાર પોલીસ તપાસ ચલાવી રહી છે. ચોક બજાર પોલીસે ચાર જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા હતા.
બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
સુરતમાં ગોપીનાથજી પ્રોજેક્ટના અશ્વિન ચોવટીયાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો હતો. શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા બિલ્ડર અશ્વિન ચોવટીયાએ અમદાવાદના સોલા વિસ્તારમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાના પ્રયાસ પહેલા બિલ્ડરે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમને છેલ્લા ત્રણ વર્ષથી માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ કોનો ત્રાસ હતો તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. બિલ્ડરના નજીકના લોકોએ આપેલી માહિતી પ્રમાણે સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના કારણે અશ્વિન ચોવટીની આર્થિક સ્થિતિ ખરાબ બની હતી. જેના કારણે તેઓ ઘણા સમયથી માનસિક ત્રાસ અનુભવતા હતા. હાલમાં બિલ્ડરની અમદાવાદની SGVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો સોલા પોલીસ તપાસ શરુ કરી છે.
Crime News: ફેસબુકથી પરિણીતા આવી યુવકના સંપર્કમાં, બંને ગયા કપલ બોક્સમાં ને પછી.........
સુરતઃ સુરતમાં કપલ બોક્સમાં એક પરિણીતા પર બળાત્કાર થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના સિંગણપોરની પરિણીતાએ પીસીઆરના પૂર્વ ડ્રાઇવર પર બળાત્કાર થયાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હોવાનો પણ આરોપ લગાવવામા આવ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં કપલ બોક્સમાં શારીરિક સંબંધ બાંધી તસવીરો પાડી બ્લેકમેઇલ કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે આવેલા સુમન પ્રતિક આવાસમાં રહેતા મયૂર પ્રવિણ નાવડિયાએ છેલ્લા બે વર્ષથી ફેસબુક મારફતે એક પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ પરિણીતાને કપલ બોક્સમાં મળવા બોલાવી હતી. જ્યાં તેણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પરિણીતા પર બળાત્કાર બાદ તેને તરછોડી દેવાઇ હતી. આ મામલે ભોગ બનનાર પરિણીતાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.