શોધખોળ કરો
Advertisement
સુરતઃ લિવ-ઇનમાં રહેતી યુવતીએ પ્રેમીની હત્યાના પાંચમાં દિવસે કરી લીધો આપઘાત, પોલીસે કઈ દિશામાં શરૂ કરી તપાસ?
પ્રેમીની હત્યા બાદ ગુરુવારે પ્રેમિકાએ પણ રસોડાના પ્લેટફોર્મ પર ચડીને લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુરતઃ ચાર દિવસ પહેલા લિવ-ઇનમાં રહેતા યુવકની હત્યા તેની પ્રેમિકાની નજર સામે જ કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ હત્યાના પાંચમાં જ દિવસે પ્રેમિકાએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર પ્રેમિકાની નજર સામે જ બુટલેગરની ચપ્પુના ઘા ઝીંકી તેના મિત્રે હત્યા કરી નાંખી હતી.
પ્રેમીની હત્યા બાદ ગુરુવારે પ્રેમિકાએ પણ રસોડાના પ્લેટફોર્મ પર ચડીને લાકડા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, બુટલેગરની હત્યામાં પ્રેમિકા ફરીયાદી બની હતી. હવે પ્રેમિકાએ પ્રેમીના વિરહમાં પગલું ભર્યુ કે કોઈની ધમકીના કારણે પગલું ભર્યુ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. લિંબાયત પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.
ગત 25મીએ લિંબાયતના બાલાજી નગરમાં દેશી દારૂનો અડ્ડો ચલાવતા લાલચંદ દશરથ(ઉં.વ.32)ની તેની સાથે લીવ ઈન રીલેશનમાં રહેતી પ્રેમિકાની નજર સામે જ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં પ્રેમિકા ફરીયાદી બની હતી અને હત્યારા સંતોષ સામે ફરીયાદ પણ નોંધાવી હતી. દરમિયાન ગુરુવારે સાંજે પ્રેમિકાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવતીએ પ્રેમી લાલચંદના વિરહમાં આપઘાતનું પગલું ભરી લીધુ કે પછી હત્યાના કેસમાં ફરીયાદી હોવાથી કોઈના દબાણને વશ થઈ આપઘાત કરી લીધો તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. જેને પગલે પોલીસે આ તમામ પાસાઓ તપાસવાના શરૂ કર્યા છે. યુવતીના ઘરે પાછલા દિવસોમાં કોની અવર જવર હતી. તેના મોબાઈલ પર કોના કોના ફોન આવ્યા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.આ સિવાય કોઇની સાથે દુશ્મની હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement