શોધખોળ કરો

Tapi : પેટ્રોલપંપ પર બે લૂંટારાએ બંદૂક-ચપ્પીની અણીએ ચલાવી લૂંટ, સીસીટીવીમાં લૂંટારા કેદ

બે લૂંટારા પલ્સર પર આવે છે. તેમજ તેઓ એસ્સાર પેટ્રોલપંપની કેબિનમાં જાય છે. અહીં હાજર બે કર્મચારીઓને બંદૂક અને ચપ્પુ બતાવીને ધમકાવે છે અને પછી રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ જાય છે. 

તાપી : વ્યારાના માયપુર ગામે આવેલ એસ્સારના પેટ્રોલપંપ પર બાઇક સવાર બે લૂંટારાએ લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે. રેઇનકોટ પહેરી કાળા પ્લસર બાઇક પર આવેલા બે લૂંટારુઓએ બંદૂક અને ચપ્પુની અણીએ દીન દહાડે દિલધડક લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

બંને લૂંટારાઓએ 94 હજાર રૂપિયા ની લૂંટી ચલાવી પ્લસર બાઇક પર પલાયન થઈ ગયા છે. વ્યારા પોલીસે પેટ્રોલપંપ સંચાલકની ફરિયાદના આધારે લૂંટારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સવારે નવ વાગ્યાના અરસામાં લૂંટ થઈ છે. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે,  જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે લૂંટારા પલ્સર પર આવે છે. તેમજ તેઓ એસ્સાર પેટ્રોલપંપની કેબિનમાં જાય છે. અહીં હાજર બે કર્મચારીઓને બંદૂક અને ચપ્પુ બતાવીને ધમકાવે છે અને પછી રૂપિયાની લૂંટ ચલાવે છે. અંતે કેબિન બહારથી બંદ કરી બાઇક લઈને ફરાર થઈ જાય છે. 

વડોદરાઃ 16 વર્ષીય છોકરીને અવાવરું જગ્યાએ લઈ પરાણે શારીરિક સંબંધ બાંધનાર GRD જવાન ઝડપાયો

વડોદરાઃ વાઘોડિયાના યુવક સાથે કેનાલ પર ફરવા ગયેલી સગીરાને બ્લેકમેલ કરીને પોલીસ જવાને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાવલી પોલીસ સ્ટેશનના GRD જવાને બ્લેકમેઇલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ આરોપીને ઝડપી પાડ્યા છે. અગાઉ 3 આરોપીની ધરપકડ કર્યા પછી આજે મુખ્ય આરોપી એવા જીઆરડી જવાન અનિલ ગોહિલની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ બાદ ધરપકડ કરવામાં આવશે. પોલીસની ઓળખ આપી યુવતીને કારમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

 3 જીઆરડી જવાન સહિત 4 મિત્રોએ યુવક અને સગારી પાસેથી 8 હજાર રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગઈ કાલે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે સગીરા પર બળાત્કાર ગુજારનાર પોલીસ જવાન હજુ ફરાર હતો. જોકે, હવે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, વાઘોડિયા તાલુકાના યુવક સાથે 16 વર્ષીય સગીરા ખાખરીયા કેનાલ પર ફરવા આવી હતી. બંને કેનાલ પાસે બાઇખ પર બેઠા હતા. આ જ સમયે સાવલી પોલીસની ચેક પોસ્ટ પર ફરજ બજાવતો જીઆરડી અનિલ ગોહિલ અને તેના મિત્ર ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક અને સગીરાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બંનેના માતા-પિતાને બોલાવવા પડશે, તેમ કહી બ્લેકમેલ કર્યા હતા. તેમજ પતાવટ માટે રૂપિયા આપવા પડશે, તેમ કહી પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો. 

દરમિયાન આરોપીઓના બીજા બે મિત્ર જ્યેન્દ્ર ગોહિલ અને મહેશ વસાવા ફણ આવી પહોંચ્યા હતા. આ પછી તો ચારેયે તેમને ધમકાવ્યા હતા અને યુવકને માર માર્યો હતો. તેમજ ધમકાવીને 8 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ પછી જીઆરડી અનિલ સગીરાને ગાડીમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને અહીં તેની મરજી વિરુદ્ધ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

બળાત્કાર પછી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સગીરાએ યુવકને પોતાની સાથે બળાત્કાર થયો હોવાનું જણાવતા યુવકે વાઘોડિયા જઈને પોતાના મિત્રોને આ અંગે વાત કરી હતી. આ પછી સગીરા અને યુવક સાથે મોટી સંખઅયામાં લોકો સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચારેય સામે ફરિયાદ કરતાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્યમંત્રી આરોપી હજુ ફરાર છે. પોલીસે જીઆરડી જવાનની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 

ટોપ સ્ટોરી

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Embed widget