શોધખોળ કરો
Advertisement
રેમડેસિવીર અને ટોસિલિઝુમેબના કાળાબજારનો પર્દાફાશ, સુરત-અમદાવાદથી ઝડપાયા ઈંજેકશન
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સુરત અને અમદાવાદમાંથી ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર 10 લાખ કરતા વધુની કિંમતના ઈંજેકશનનો જથ્થો જપ્ત કર્યો છે.
સુરત: કોરોના વાયરસથી સંક્રમિત ગંભીર દર્દી માટે સંજીવની સમાન ગણાતા ટોસિલિઝુમેબ અને રેમડેસિવીર ઈંજેકશનનું રાજયમાંથી વધુ એક કૌભાંડ ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સુરત અને અમદાવાદમાંથી ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર 10 લાખ કરતા વધુની કિંમતના ઈંજેકશનનો જથ્થો જપ્ત કર્યો છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતો અને એમઆર તરીકે નોકરી કરતો સંદિપ માથુકિયા નામનો શખ્સ સુરતના યશ માથુકિયા નામના શખ્સ સાથે મળી ઈંજેકશનના કાળાબજાર કરતો હોવાનો ખુલાસો થયો છે. સુરતમાંથી ઝડપાયેલા રેમડેસિવિર ઈંજેકશન બાંગ્લાદેશમાં બન્યા હોવાનો ખુલાસો થયો છે. સંદીપ માથુકિયા અગરતલા જઈ બાંગ્લાદેશના શબ્બીર અહેમદ નામના શખ્સ પાસેથી ગેરકાયદે ઈંજેકશન લાવતો હોવાનો ખુલાસો થયો છે..અમદાવાદ ઈંજેકશન લાવી પોતાના સાગરિતો સાથે મળી મનપડે તેવા ભાવે ઈંજકેશન વેચતા હોવાની વિગતો સામે આવી છે.
સુરતમાં 4 લાખ 65 હજાર અને અમદાવાદમાંથી 10 લાખ 80 હજારની કિંમનતા ઈન્જેકશન જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરવામા આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ગેજેટ
Advertisement