તક્ષશિલા અગ્નિકાંડના આજે ત્રણ વર્ષ પૂર્ણ, જાણો ક્યા પહોંચી આ કેસની કાર્યવાહી
22 માસુમોનો ભોગ લેનારા તક્ષશિલા અગ્નિકાંડને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આજે પણ પીડિત પરિવારનોને ન્યાય મળ્યો નથી.કોર્ટમાં હજુ 18 સાક્ષી જ તપાસાયા છે જ્યારે 270 હજુ બાકી છે.
સુરત: 22 માસુમોનો ભોગ લેનારા તક્ષશિલા અગ્નિકાંડને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આજે પણ પીડિત પરિવારનોને ન્યાય મળ્યો નથી. કોર્ટમાં હજુ 18 સાક્ષી જ તપાસાયા છે જ્યારે 270 હજુ બાકી છે. જેને જોતા પોતાના વહાલા બાળકો ગુમાવનાર પરિવારોમાં હતાશા જોવા મળી રહી છે. સુરતના છેવાડે સરથાણા ખાતે ગત તા. 24 મે 2019ના રોજ તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બની હતી જેમા 22 નિર્દોષ વિદ્યાથીઓનો ભોગ લેવાયો હતો.
આ કેસમાં આગામી તારિખ 25મીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે, જેમાં ત્રણ પંચની જુબાની લેવાશે. આ કેસમાં બિલ્ડરો, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ, ફાયરના કર્મચારીઓ તથા વીજકંપનીના અધિકારીઓ સહિત કુલ 14 પૈકી 13 આરોપીઓ જામીનમુક્ત છે. ત્રણ વર્ષ પૂર્ણ થતાં હતાશ વાલીઓ દ્વારા તક્ષશિલા ખાતે ત્રીજી વાર્ષિક શ્રદ્ધાંજલિના ભાગરૂપે 22 મુતકોના પરિવારજનો ભેગા થઇ મુતકોને શ્રદ્ધાંજલિ આપશે.
4200 ઓફિસ સાથે સુરત ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ઉદ્ઘાટન
સુરતમાં ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂર્ણ થયુ છે. આગામી 5 જૂનના રોજ ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. સુરત ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફિસ છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સનું હાલ તો વહેલી તકે ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે.
સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે.અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચાર ગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.