શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટ સ્પોટઃ આજે નવા 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
આજે જંબુસરમાં કોરોનાના 10 કેસો નોંધાયા છે. આ સિવાય ભરુચમાં 3 અને વાગરામાં એક કેસ મળી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 128 એ પહોંચી ગયો છે.
![દક્ષિણ ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટ સ્પોટઃ આજે નવા 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ Today, new 10 cases of covid-19 arrived in Jambusar city of Bharuch દક્ષિણ ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટ સ્પોટઃ આજે નવા 10 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/17205800/Jambusar-corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત પછી ભરુચ જિલ્લાની ચિંતા સતત વધી રહ્યા છે, એમાં પણ જંબુસર શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. જંબુસરમાં છેલ્લા 5 દિવસમાં 36 કેસ નોંધાયા છે. આજે જંબુસરમાં કોરોનાના 10 કેસો નોંધાયા છે. આ સિવાય ભરુચમાં 3 અને વાગરામાં એક કેસ મળી જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 128 એ પહોંચી ગયો છે. જ્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે મોતની સંખ્યા 7 ઉપર પોહોંચી છે.
જંબુસરમાં ગઈ કાલે 18મી જૂને એક જ દિવસમાં 8 કેસ નોંધાયા હતા. જ્યારે આગલા દિવસે એટલે કે, 17મી જૂને પણ કોરોનાના 7 કેસ નોંધાયા હતા. જોકે, જંબુસરમાં કોરોનાના કેસો વધવા લાગતાં ત્યાંના વેપારીઓ દ્વારા સાત દિવસ સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)