શોધખોળ કરો
Advertisement
સુરત શહેરના 5 PIની કરાઈ બદલી, જાણો ક્યા PIને ક્યાં મૂકાયા ?
સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરતના પાંચ પી.આઈ.ની બદલી કરી છે.
સુરતઃ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુરતના પાંચ પી.આઈ.ની બદલી કરી છે. શહેરના પાંચ પી.આઈ.ની આંતરીક બદલીના હુકમમાં સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.સી.સોલંકીની ટ્રાફિક શાખામાં, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ જી.એ.પટેલની સરથાણા પોલીસ મથકમાં, સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ પી.એ.આર્યની વરાછા પોલીસ મથકમાં, વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી.એન.સગરની અડાજણ પોલીસ મથકમાં અને અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.બી.બુબડીયાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.
જુલાઈ માસમાં મહિધરપુરા પોલીસ મથકની હદમાં આસીફ ગાંડાનું જુગારધામ ઝડપાતાં પી.આઈ. પી.એ.આર્યને સ્પેશ્યલ બ્રાન્ચમાં મુકાયા હતા. હવે આસીફ ગાંડાની પાસા હેઠળ અટકાયત કરાતાં પી.આઈ. આર્યની ફરી બદલી થઈ છે. મહિધરપુરા પોલીસ મથકની હદમાં આસીફ ગાંડાનું જુગારધામ ઝડપાતાં આર્યને સ્પેશ્યલ બ્રાન્ચમાં મૂકાયા હતા. હવે પીઆઈ આર્યની વરાછા પોલીસ મથકમાં બદલી કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion