શોધખોળ કરો

Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી

Ukai Dam Tapi River :ઉકાઈ ડેમના 12 દરવાજા નવ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.

Ukai Dam : ઉકાઈ ડેમની જળસપાટીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉકાઈ ડેમ ની સપાટી રૂલ લેવલને પાર થઇ ગઈ છે. ઉકાઈ ડેમનું ચાલુ માસનું રૂલ લેવલ 335 ફૂટ છે.હાલ ડેમની સપાટી 335.60 ફૂટ પર પોહચી છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 1 લાખ 36 હજાર 683 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.  ઉકાઈ ડેમના 12 દરવાજા નવ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી 1 લાખ 84 હજાર 660 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તાર ને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યાં છે. 

ઉકાઈ ડેમની ઉપરવાસમાં પડી રહેલા વરસાદ ને પગલે છેલ્લા ચાર દિવસથી ડેમના દરવાજાઓ તબક્કાવાર ખોલીને પાણી છોડવાની તજવીજ હાથ ધરી હતી, આજે ડેમના ઉપરવાસમાંથી મોટી માત્રામાં પાણીનો આવરો આવતા ડેમના 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને પાણી સતત છોડાઈ રહ્યું છે, જેને પગલે ડેમના ડાઉન સ્ટ્રીમ તાપી નદીની આસપાસના ગામો સહિત સુરતના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી આવતા ડેમની સપાટી ઓગસ્ટ માસના રુલ લેવલ 335 ફૂટને પાર કરી જતા ડેમના સત્તાધીશોએ પાણી છોડવાની ગતિવિધીને વધુ તેજ કરી છે. ડેમના 

22 દરવાજાઓ પૈકી 12 દરવાજાઓ નવ ફૂટ સુધી ખોલીને 1.82 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેને પગલે તાપી નદીની આસપાસના વિસ્તારોના ગામોના લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  બીજી તરફ સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તાપી નદીની આસપાસના વિસ્તારના સંબંધિત વિભાગને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

પાંચ દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

છેલ્લા બે- ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં વરસાદની 35 ટકા જેટલી ઘટ છે. હાલ તો વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન

વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી

મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપHun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો

US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા

મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા

Embed widget