શોધખોળ કરો
Advertisement
ગુજરાતીઓ માટે આનંદના સમાચારઃ દારૂ પીવા માટેનું આ ફેવરિટ સ્થળ બન્યું કોરોનામુક્ત
ગુજરાત પાસેનું સંઘપ્રદેશ દમણ કોરોનામુક્ત બન્યું છે. દમણમાં 3 દિવસથી એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.
વલસાડઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. બીજી તરફ દર્દીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાને મ્હાત આપી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પાસેનું સંઘપ્રદેશ દમણ કોરોનામુક્ત બન્યું છે. દમણમાં 3 દિવસથી એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી.
સંઘપ્રદેશમાં આજે પણ કોરોનાનો કેસ ન આવતા આરોગ્ય વિભાગે રાહતન શ્વાસ લીધા છે. દમણ હાલ કોરોના મુક્ત છે છતાં તમામ તકેદારી રાખી રહ્યું છે. રેન્ડમ સેમ્પલિંગની પ્રક્રિયા પણ ચાલુ જ છે. હોસ્પિટલમાં પણ તમામ સુવિધાઓ હાલ ચાલુ રખાઈ છે અને કોઈ પણ બાબતને પહોંચી વળવાની પણ તૈયારી રાખવામાં આવી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે ગુજરાતના દારૂ પીવાના શોખીનો દમણમાં દારૂ પીવા માટે મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે દમણ કોરોનામુક્ત થતાં દારૂના શોખીનો ખુશ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement