શોધખોળ કરો
Advertisement
સુરતની લાજપોર જેલમાં વિજીલન્સના દરોડા, સીમકાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા
સુરતની લાજપોર જેલમાં વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વિજિલન્સના દરોડામાં સીમકાર્ડ અને બે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.
સુરત: સુરતની લાજપોર જેલમાં વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. વિજિલન્સના દરોડામાં સીમકાર્ડ અને બે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. બેરેકના ટૉયલેટ અને ચોકડીમાં મોબાઈલ અને સીમકાર્ડ છુપાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ નારાયણ સાંઈની બેરેકમાંથી મોબાઈલ મળી આવ્યો હતો.
રાજયની અત્યંત આદ્યુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી વિજિલન્સ સ્કોર્ડ દ્વારા દરોડા પાડી બેરેકના સંડાસ અને ચોકડીમાં છુપાવેલો એક સીમકાર્ડ અને બે મોબાઇલ મળી આવતા સચિન પોલીસે તપાસ હાથ ધરી છે. લાજપોર મધ્યસ્થ જેલ રાજયની અત્યંત આદ્યુનિક જેલ ગણાય છે પરંતુ જેલમાં કેદીઓ જેલ કર્મચારીઓની સાંઠગાંઠમાં બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે.
રાજયના જેલ વિભાગના વિજીલન્સ સ્કોર્ડ દ્વારા લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જેલના યાર્ડ નં B-8 ની બેરેક નં. 2 માં સંડાસની સામે ચોક્ડીમાં ઉપરના ભાગે કવરમાં છુપાવેલ સીમ કાર્ડ અને યાર્ડ નં. A-12 ની બેરેક નં. 5 માં સંડાસની ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેનની બહારના ભાગે પ્લાસ્ટિકના પાઇપની અંદર છુપાવેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion