Surat: ભાજપના ક્યા નેતાની દીકરીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા ? ભાજપના નેતાની ધરપકડ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
નિઝર તાલુકાના વેલદા ગામે મંગળવારે રાત્રીના સમયે યોજાયેલા એક લગ્નપ્રસંગે જાહેરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોના મોટા ટોળા ભેગા કરવામાં આવ્યા હતા અને ડીજેના તાલે હજારો લોકો ઝૂમ્યા હતા. બીજી તરફ સુરતના માંગરોળ જિલ્લાના વેરાકૂઈનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના કાર્યકર્તા ઇદ્રિશભાઇ મલેકની દીકરીનો લગ્ન પ્રસંગમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને મોટી સંખ્યામાં લોકોને ભેગા થઈને ગરબે રમવાની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. આ મામલે ઇદ્રિશ મલેક સહિત 100 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ઈદ્રિશ મલિક સહિત ચાલ લોકોની અટકાયત કરવામાં આવી છે.
નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા આયોજક એવાં જોગાભાઇએ લગ્ન પ્રસંગે છપાવેલ કંકોત્રિમાં પણ ડીજે સહિતનો નાચ ગાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો.
બુધવારે આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જિલ્લાના ઉચ્ચ અધઇકારીઓ જાગ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા લગ્નના આયોજકો એવાં જોગાભાઇ પાડવી અને ડી જેના માલિક દિલીપ વિરજી કોટવાળીયા અને આશિષ રામજી વસાવા બંને (રહે.સાદડાપાણી તા.ઉમરપાડા) સામે જાહેરનામાં ભંગ બદલ નિઝર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના આ શહેરની ઇન્કમટેક્સ કચેરીમાં 27 કર્મચારી કોરોના સંક્રમિત થતા હાહાકાર
Maharashtra: કાળ બનીને ત્રાટકશે કોરોના, ચાર એપ્રિલ સુધીમાં ત્રણ લાખ એક્ટિવ હશે
વિશ્વની આ દિગ્ગજ કાર કંપનીની જાહેરાત, હવે Bitcoinથી પણ ખરીદી શકાશે કાર