શોધખોળ કરો
સુરતઃ પતિએ યુવતીનું મોં દબાવી રાખ્યું અને જેઠે બનાવી હવસનો શિકાર, પછી બીજા જેઠે પણ ગુજાર્યો બળાત્કાર, જાણો આઘાતજનક ઘટનાની વિગત
સુરત ખાતે સાત વર્ષની દીકરી સાથે રહેતી મહિલાને એક મહિના પહેલા પતિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડા પછી પતિ ઘરેણા લઈને વતન જતો રહ્યો હતો.
![સુરતઃ પતિએ યુવતીનું મોં દબાવી રાખ્યું અને જેઠે બનાવી હવસનો શિકાર, પછી બીજા જેઠે પણ ગુજાર્યો બળાત્કાર, જાણો આઘાતજનક ઘટનાની વિગત woman police complaint against husband and two husband's brothers in Surat સુરતઃ પતિએ યુવતીનું મોં દબાવી રાખ્યું અને જેઠે બનાવી હવસનો શિકાર, પછી બીજા જેઠે પણ ગુજાર્યો બળાત્કાર, જાણો આઘાતજનક ઘટનાની વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/30110242/rander-police-station.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ શહેરના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાએ પતિની મદદગારીથી બે જેઠે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. રાંદેર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે મૂળ બિહારના વતની અને સુરત ખાતે સાત વર્ષની દીકરી સાથે રહેતી મહિલાને એક મહિના પહેલા પતિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડા પછી પતિ ઘરેણા લઈને વતન જતો રહ્યો હતો. દરમિયાન 31 વર્ષીય મહિલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 5 જૂન 2018ના રોજ પોતે ગર્ભવતી હતી અને આઠ માસનો ગર્ભ હતો ત્યારે તેના બે જેઠ ઘરે આવ્યા હતા. તેમજ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેના પતિએ પણ આ બંને ભાઇઓને મદદ કરી પરિણિતાનું મોઢું દબાવી રાખ્યું હતું. એટલું જ નહીં, આ બંને જેઠે સાત વર્ષની દીકરીની પણ છેડતી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ખેતીવાડી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)