શોધખોળ કરો
Advertisement
Narmada : યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, લગ્ન વિના જ યુવકના ઘરે રહેવા લાગી, પછી અચાનક શું થયું ?
ગત 24 ફેબ્રુઆરીએ પણ યુવતી સાથે યુવકના માતા-પિતાએ ઝઘડો કર્યો હતો. પ્રેમીએ પણ માતા-પિતાનો પક્ષ લઈને પ્રેમિકા સાથે ઝઘડો કરતાં યુવતીને લાગી આવ્યું હતું અને પેટ્રોલવાળી ઓઢણી શરીરે ઓઢી દિવાસળી ચાંપી દીધી હતી.
રાજપીપળાઃ શહેરના ટેકરા ફળિયાની યુવતીને તેના જ શહેરના એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા અને પછી બંને લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યા હતા. જોકે, યુવકના માતા-પિતાને યુવતી પસંદ ન હોવાથી તેઓ યુવતી સાથે તકરાર કરતાં હતાં. યુવક પણ તેમનો સાથ આપીને પ્રેમિકા સાથે ઝઘડો કરતો હતો અને તેને માર મારતો હતો.
ગત 24 ફેબ્રુઆરીએ પણ યુવતી સાથે યુવકના માતા-પિતાએ ઝઘડો કર્યો હતો. પ્રેમીએ પણ માતા-પિતાનો પક્ષ લઈને પ્રેમિકા સાથે ઝઘડો કરતાં યુવતીને લાગી આવ્યું હતું અને પેટ્રોલવાળી ઓઢણી શરીરે ઓઢી દિવાસળી ચાંપી દીધી હતી. સળગેલી હાલતમાં યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે યુવતીની માતાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં યુવતીના પ્રેમી અને માતા-પિતા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement