Talati Exam: શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ, 8 લાખથી વધુ ઉમેદવારો મેદાને
પાંચ વર્ષના લાંબા ઇંતેજાર બાદ આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં 9 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે.
Talati Exam:પાંચ વર્ષના લાંબા ઇંતેજાર બાદ આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા છે, જેની સામે 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પેપર એક કલાકનું છે. 12:30 સમયસર પરીક્ષા શરૂ થઇ ગઇ હતી જે 1:30 પૂર્ણ થશે. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ રહી છે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64, 400ઉમેદવારો પરીક્ષા આપી રહ્શેયાં છે . રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 ૪ પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં છે. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવી હતી..
વડોદરા: આવતી કાલે લગ્ન અને આજે આપશે પરીક્ષા, એક્ઝામ માટે વડોદરાથી દાહોદ પહોંચી
તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આપવા માટે દુલ્હન પણ પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ દુલ્હન પહોંચી હતી. આ યુવતીના આવતી કાલે લગ્ન છે પરંતુ તેમણે પરીક્ષાને પ્રાથમિકતા આપતા તે વડોદરા થી દાહોદ પરીક્ષા આપવા પહોંચી હતી.
ગાંધીનગર જિલ્લામાં 109 પરીક્ષા કેન્દ્રો પર 30,060 જેટલા ઉમેદવારો આપી રહ્યાં છે પરીક્ષા
ગાંધીનગર જિલ્લામાં 109 પરીક્ષા કેન્દ્રો પર 30,060 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લાના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્રો સુધી સઘન પોલીસ સુરક્ષા સાથે પહોંચાડવામાં આવ્યાં , ગાંધીનગર જિલ્લા પંચાયતથી ગાંધીનગ ના 109 કેન્દ્રો પર પ્રશ્ન પત્રો રૂટ મુજબ પહોંચાડયા હતા.
આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષાનાં દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોઈ સ્કુલ બસોનાં સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં તા.૦૬/૦૫/૨૦૨૩ તથા તા.૦૭/૦૫/૨૦૨૩નાં રોજ આવી બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી રહી છે
શાળા/કોલેજની બસો તથા ખાનગી બસ સંચાલકોએ તલાટી-કમ મંત્રીનાં ઉમેદવારોને પરીવહનની સેવાઓ પૂરી પાડવા વાહન વ્યવહાર વિભાગ દ્વારા અનુરોધ હતો..પરીક્ષા આપવા જતા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરતી મંડળ દ્વારા જિલ્લા કક્ષાએ ઉમેદવારોના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરી છે.નોંધનીય છે કે, તલાટીમી પરીક્ષાને લઈને હસમુખ પટેલે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પવેશ કરે ત્યારે વીડિયોગ્રાફી કરવામાં આવશે. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઢવવામાં આવશે.