![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સેલવાસમાં ઇંગોટ બનાવતી કંપનીમાં ભઠ્ઠીમાં ભયંકર વિસ્ફોટ, 12 લોકો ઇજાગ્રસ્ત, 4ની સ્થિતિ ગંભીર
સેલવાસની એક કંપનીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, દુર્ઘટનામાં 12 લોકોને ઇજા થતાં તાબડતોબ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં હતા. 4 લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ
![સેલવાસમાં ઇંગોટ બનાવતી કંપનીમાં ભઠ્ઠીમાં ભયંકર વિસ્ફોટ, 12 લોકો ઇજાગ્રસ્ત, 4ની સ્થિતિ ગંભીર Terrible blast in in Selwas company, 12 people injured, 4 in critical condition સેલવાસમાં ઇંગોટ બનાવતી કંપનીમાં ભઠ્ઠીમાં ભયંકર વિસ્ફોટ, 12 લોકો ઇજાગ્રસ્ત, 4ની સ્થિતિ ગંભીર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/abedca9cf6cb127fd68378ab9469b3f6169612290155781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સેલવાસના ખડોલીમાં ઈંગોટ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 12 લોકો ઈજાગ્રસ્ત ઇજા પહોંચી છે. જેમાં , 4ને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે વિનોબા ભાવે હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ત્યાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગ્યા હતા. બ્લાસ્ટ બાદ થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
તો બીજી તરફ જૂનાગઢ જિલ્લામાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં માતા પુત્રીએ જીવ ગુમાવ્યો છે. કેશોદના શેરગઢ નજીક અકસ્માતની ઘટના બની છે. આ અંગે વિગતે વાત કરીએ તો, સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે માતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે, કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. માતા પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં 55 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ઘટના અંગે કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવણ સુંદરે જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર માટે કુન્નુર સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બસમાં 55 લોકો સવાર હતા જેમાંથી 35 લોકો ઘાયલ થયા હતા અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા કુન્નુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ છે
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ કુન્નૂર નજીક મરાપલમ ખાતે 100 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, શનિવારે (30 સપ્ટેમ્બર) તમિલનાડુમાં મરાપલમ નજીક એક પ્રવાસી બસ ખાડીમાં પડતાં ત્રણ મહિલાઓ સહિત ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
જ્યારે કુન્નુર સરકારી હોસ્પિટલના જોઈન્ટ ડાયરેક્ટર પલાની સૈમીએ પણ 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, "મૃતકોમાં ત્રણ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે."
મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી
આ દરમિયાન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિજનોને 8-8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ પ્રત્યેકને 1 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50,000 રૂપિયા વળતરની જાહેરાત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)