Rajkot News: સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દી અને બિસ્માર રસ્તા, છેલ્લા 6 મહિનાથી લોકો પરેશાન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલત બિસ્માર હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા 6 મહિનાથી સ્થિતિમાં સુધાર ન થતાં દર્દીઓમાં રોષ જોવા મળી રહયો છે.
![Rajkot News: સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દી અને બિસ્માર રસ્તા, છેલ્લા 6 મહિનાથી લોકો પરેશાન The patient is disturbed by the bad road of Rajkot Civil Hospit Rajkot News: સિવિલ હોસ્પિટલમાં બીમાર દર્દી અને બિસ્માર રસ્તા, છેલ્લા 6 મહિનાથી લોકો પરેશાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/01/749fb8f0a9b2871dda04c6044c7a1c0a168292713155781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલત બિસ્માર હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા 6 મહિનાથી સ્થિતિમાં સુધાર ન થતાં દર્દીઓમાં રોષ જોવા મળી રહયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રસ્તાની હાલત બિસ્માર હોવાથી દર્દીઓ પરેશાન છે. છેલ્લા 6 મહિનાથી સ્થિતિમાં સુધાર ન થતાં દર્દીઓમાં રોષ જોવા મળી રહયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સૌરાષ્ટ્ર ભરમાંથી દર્દીઓ આવે છે. શારિરીક સમસ્યાથી પરેશાન લોકો જ હોસ્પિટલ આવતા હોય અને હોસ્પિટલના જ રસ્તા જ્યારે બિસ્માર હોય તો દર્દીને કેટલી મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. ખાસ કરીને ઓપરેશન કરેલા દર્દીઓ બિસ્માર રસ્તાથી ખૂબ જ પરેશાન છે. એક વિભાગમાંથી બીજા વિભાગમાં સ્ટ્રેચરમાં લઇ જવાતા દર્દીઓ બિસ્માર રસ્તાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠે છે. છેલ્લા 6 મહિનાથી આ જ સ્થિતિ હોવાથી દર્દીઓ સત્વરે રસ્તાના સુધાર માટે કામ થાય તેવી માંગણી કરી રહ્યાં છે.
Mahesana News: ફાર્મસી કોલેજની ચૌંકાવનારી ઘટના, વિદ્યાર્થિનીનો કોલેજની બિલ્ડિંગમાંથી મળ્યો મૃતદેહ
Mahesana News: મહેસાણાના વડસ્મા ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.વિદ્યાર્થિની ગૂમ થયાની ફરિયાદ બાદ તેનો મૃતદેહ મળતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.મહેસાણાના વડસ્મા ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.વિદ્યાર્થિની ગૂમ થયાની ફરિયાદ બાદ તેનો મૃતદેહ મળતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
મૃતક વિદ્યાર્થિની સત્સંગી સાંકેતધામ રામઆશ્રમ શૈક્ષણિક સંકુલ કોલેજમાં છઠ્ઠા સેમેસ્ટર અભ્યાસ કરતી હતી. કોલેજની લેબની બિલ્ડિંગ પરથી તેનો મૃતદેહ મળ્યો છે. આ યુવતી ગૂમ હોવાની અને કોઇ યુવક સાથે ઘરેથી ભાગી ગઇ હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ ફરિયાદ બાદ તપાસ દરમિયાન વિદ્યાર્થિનો મૃતદેહ મળતાં તેમને ઝેરી દેવા પીને આપધાત કર્યાનો અનુમાન સેવાઇ રહ્યો છે. જો કે પોલીસ હજુ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Surat: હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા અધિકારીઓમાં દોડધામ
સુરત: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરત RTO કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. ગેરરીતિ અને કૌભાંડની અનેક ફરિયાદ વચ્ચે હર્ષ સંઘવી સુરત RTOની ઓચિંતી મુલાકાતે પહોંચતા કર્મચારીઓથી લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. RTO બહાર અડ્ડો જમાવીને બેઠેલા એજન્ટોમાં પણ નાસભાગ મચી ગઈ હતી.
હર્ષ સંઘવીએ અલગ-અલગ વિભાગની મુલાકાત લીધી હતી. ડ્રાઈવિંગ ટેસ્ટમાં કેટલા લોકો પાસ થયા અને કેટલા લોકો નાપાસ થયા તેની માહિતી મેળવી હતી. ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની પ્રક્રિયા અંગે પણ જાણકારી મેળવી હતી. અરજદારોને કોઈ હાલાકી ન નડે તેનું ખાસ ધ્યાન રાખવા અધિકારીઓને સૂચના આપી હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)