Viral Video: વધુ લાઇક્સ મેળવવા યુવકે કર્યો ખતરનાક સ્ટંટ, આખરે હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ, જુઓ વીડિયો
Viral Video: 1000 Reason To Laughનામના યુઝરે સોશિયલ મીડિયા પર એક આ વીડિયો શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 12 હજાર વખત જોવામાં આવ્યો છે. અને આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે.

Viral Video: 1000 Reason To Laughનામના યુઝરે સોશિયલ મીડિયા પર એક આ વીડિયો શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 12 હજાર વખત જોવામાં આવ્યો છે. અને આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે.
યંગસ્ટર્સ સોશિયલ મીડિયા પર વધુ લાઈક્સ મેળવવા માટે ખતરનાક સ્ટંટ કરતા અચકાતા નથી. જેના કારણે ઘણા ઘણી વખત ગંભીર ઈજાઓ પણ થાય છે તો ક્યારેક જિંદગી ગુમાવવાનો પણ વારો આવે છે. ખતરનાક સ્ટંટ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું કરવાનું બિલકુલ ટાળવું જોઈએ. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ એક ક્ષણ માટે વિચારવા પર મજબૂર થઈ જશો.
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ડ્રમ પાણીથી ભરેલું છે. યુવક ડ્રમમાં નહાવા જતો તે રીતે ડ્રમમાં પ્રવેશે છે સ્ટંટ માત્ર આટલા પુરતો નથી બાદ તેના પર આગ પણ લગાવવામાં આવે છે. બાદ યુવક બહાર આવે છે અને તેના વાળ અને માથાનો ભાગ બળી જતાં ઇજા પહોંચે છે આ કારણે યુવકે હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડી
આ વીડિયોમાં યુવક પાણી ભરેલા ડ઼્રમમાં ડૂબકી મારે છે. બીજો છોકરો પાણીમાં પેટ્રોલ નાખે છે અને તેને આગ લગાડે છે. આગ ઝડપથી લાગે છે. યુવક પાણીની નીચે શ્વાસ રોકે છે. જ્યારે તેનો શ્વાસ રૂંધાવવા લાગે છે ત્યારે તે બહાર આવે છે. જો કે તે સમયે તેના વાળમાં જોરદાર આગ લાગે છે. તે કોઈક રીતે આગ ઓલવવાનો પ્રયાસ કરે છે. આમ છતાં તેને સફળતા મળતી નથી.
— 1000 Reason To Laugh (@Outofcon8ext) February 20, 2023
બાદ યુવક ફરીથી પાણીમાં માથું ડુબાડે છે.જો કે પાણીના કારણે વાળમાં લાગેલી આગ ઓલવાઈ જાય છે. પરંતુ યુવકના વાળ સહિત માથાની ઉપરની સ્કિન બળી જતાં સારવાર માટે ડોક્ટરની મદદ લેવાની ફરજ પડી હતી.
આ વીડિયોને '1000 રિઝન ટુ લાફ' નામના યુઝરે સોશિયલ મીડિયા ટ્વિટર પર શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 12 હજાર વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે. જ્યારે, કેટલાક યુઝર્સ આવા ખતરનાક સ્ટંટની ટીકા પણ કરી રહ્યાં છે. કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
