Delhi Metro: ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં આ યુવકે નોંધાવ્યું નામ, માત્ર આટલી મિનિટોમાં કવર કર્યા દિલ્હી મેટ્રોના તમામ સ્ટેશન
Guinness World Record: પોતાનો રેકોર્ડ સાબિત કરવા માટે શશાંક મનુએ દરેક સ્ટેશન પર મેટ્રોના દરવાજા ખોલવાના અને બંધ કરવાના સમયે વીડિયો રેકોર્ડ કર્યો. પ્રવાસ દરમિયાન તેણે ત્રણ ટૂંકા બ્રેક લીધા.
Shashank Manu: દિલ્હી મેટ્રોમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. દિલ્હી મેટ્રોમાં 286 સ્ટેશન છે જેમાં દરરોજ લગભગ 17 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દિલ્હી મેટ્રોની આવી જટિલ લાઈનો દ્વારા તમામ સ્ટેશનો પર મુસાફરી કરવી સામાન્ય બાબત નથી. જો તમને કહેવામાં આવે કે આ કરીને કોઈ વ્યક્તિએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે, તો તમને આશ્ચર્ય થશે. આ કામ કરનારનું નામ શશાંક મનુ છે. તેણે આ રેકોર્ડ 14 એપ્રિલ 2021ના રોજ બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના આ રેકોર્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે.
Look who did it again! THANK YOU @GWR FOR MY THIRD GUINNESS WORLD RECORD TITLE!
— Shashank Manu (@sskmnu) June 1, 2023
For my latest record I visited 76 places of worship (of different religions) in just three days to set the record for 'Most Places of Worship Visited in a Month' and to promote interfaith peace. pic.twitter.com/DZo07X2Z4P
ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ એપ્રિલ 2023માં તેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મળ્યું હતું. તેણે કહ્યું કે તેને કોરોના મહામારી વચ્ચે આ અનોખા રેકોર્ડનો વિચાર આવ્યો. પરંતુ તેણે આ ત્યારે કર્યું જ્યારે લોકડાઉન બાદ મેટ્રોને લોકો માટે ખોલવામાં આવી. તેમના દ્વારા આ કરવાનો હેતુ દિલ્હી મેટ્રોને વિશ્વમાં શ્રેષ્ઠ દેખાવાનો હતો.
તેણે સમજાવ્યું કે રેકોર્ડ બનાવવાની યાત્રા માત્ર એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી જ સીમિત ન હતી, પરંતુ તેઓએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા નિર્ધારિત કડક માર્ગદર્શિકાનું પણ પાલન કરવું પડ્યું હતું. આ અંતર્ગત તેણે દરેક સ્ટેશન પર ફોટોગ્રાફ્સ લેવાના હતા, લોકોને રસીદ પર સહી કરવાનું કહેવાનું હતું અને આખી મુસાફરી દરમિયાન સાક્ષીઓ પોતાની સાથે રાખવાના હતા.
15 કલાક 22 મિનિટમાં સફર પૂરી કરી
પોતાનો રેકોર્ડ સાબિત કરવા માટે શશાંક મનુએ દરેક સ્ટેશન પર મેટ્રોના દરવાજા ખોલવા અને બંધ કરવાના સમયે વીડિયો રેકોર્ડ કર્યો. તેણે બ્લૂ લાઇનથી તેની યાત્રા શરૂ કરી અને ગ્રીન લાઇન પર બ્રિગેડીયર હોશિયાર સિંઘ સ્ટેશન પર સમાપ્ત થઈ. તેણે તેની મુસાફરી દરમિયાન ત્રણ ટૂંકા વિરામ લીધા, જેમાં ભીડવાળા કાશ્મીરી ગેટ સ્ટેશન પર લંચ બ્રેકનો સમાવેશ થાય છે.
Hey @GWR look what just arrived, the certificate for my Guinness record of visiting all Delhi Metro stations in fastest time!
— Shashank Manu (@sskmnu) April 4, 2023
Also the news of my record was prominently covered by many media outlets in India. THANK YOU! pic.twitter.com/ciIgb77ngg
તેણે વન ડે ટૂરિસ્ટ કાર્ડનો ઉપયોગ કર્યો, જેમાં તેને એક દિવસ માટે અમર્યાદિત મુસાફરી મળી. એક ગેરસમજને કારણે આ રેકોર્ડ મેટ્રોના અધિકારી પ્રફુલ સિંહને આપવામાં આવ્યો હતો. પ્રફુલ સિંહે 29 ઓગસ્ટ, 2021ના રોજ તમામ મેટ્રો સ્ટેશનને 16 કલાક 2 મિનિટમાં કવર કર્યા હતા. જ્યારે શશાંક મનુએ 14 એપ્રિલ 2021ના રોજ 15 કલાક 22 મિનિટ 49 સેકન્ડમાં આ સિદ્ધિ મેળવી હતી. જણાવી દઈએ કે શશાંક મનુને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મેળવવા માટે બે વર્ષથી વધુ રાહ જોવી પડી હતી.