(Source: ECI/ABP News/ABP Majha)
Holi 2023 Live: વરસાદી માહોલ વચ્ચે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો , સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી
આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે હોલિકા દહન કરવામાં આવશે.
LIVE
Background
Holi 2023 Live:આજે ફાગણ પૂનમ સાંજે 4 કલાકે અને 18 મિનિટિ શરૂ થશે,. જેથી યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા આજે હોલિકા દહન કરવામાં આવશે.આજે સાંજે હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થતાં શુભકાર્યની પણ શરૂઆત કરી શકાશે. લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો થઇ શકશે.હિન્દુ પંચાગ અનુસાર 'ફાગણ માસની પૂનમ 6 માર્ચના સાંજે 4 કલાક 18 મિનિટના શરૃ થાય છે અને તે 7 માર્ચના સાંજે 6:11 પૂર્ણ થશે.
હોલીકા દહનની વિધિ
- હોલીકા દહન માટે કાષ્ટ અને છાણા એકઠા કરવામા આવે છે બાદ તેને ફરતું સૂરતના તારથી બાંધવામાં આવે છે
- આ પછી, પૂજાના શુભ સમય દરમિયાન, પાણી, કુમકુમ વગેરે હોલીકા પર છાંટવામાં આવે છે.
- બાદ હોલીકાને અક્ષત કુમકુમ, પુષ્પ અર્પણ કરવામાં આવે છે.ભગવાન વિષ્ણુને યાદ કરીને પૂજન કરવામાં આવે છે અને ભક્તો સળગતા હોલીકાની આસપાસ પ્રદક્ષિણા કરે છે.
- હોલીકાના જણાવ્યા મુજબ, ભક્તો હોલીકાને સળગાવતી વખતે તેમના આરાધ્ય તરફથી તમામ વેદનાની મુક્તિ માટે પ્રાર્થના કરીને પૂજા કરે છે.
પાલજ ગામમાં હોળી પ્રગટાવવામાં આવી
પાલજની હોળીનુ વિશેષ મહત્વ છે. અહી વર્ષોની પરંપરા મુજબ હોળી તૈયાર કરવામાં આવે છે. ૩૦ ફૂટ ત્રીજીયામાં અને ઊંચાઈ ૩૫ ફૂટ હોય છે. વર્ષોથી અહી હોલિકા દહનની તૈયારીઓ ૧૫ દિવસ પૂર્વે થઈ જાય છે. ગામના ૭૦ થી ૮૦ યુવાનોના શિરે લાકડા એકત્રિત કરવાની જવાબદારી સોંપાય છે.
સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી
સુરતમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. વાતાવરણમાં શુદ્ધિ માટે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી. સુરતમાં ગાયોના છાણમાંથી 60 ટન ગૌ-કાષ્ટ દ્વારા હોળી બનાવાઈ હતી. તેનાથી હોળી પ્રગટાવામાં આવી હતી. રાજ્યમાં હોળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ- કાષ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે 60000 કિલોગ્રામ જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે.
યાત્રાધામ ડાકોરમાં મંદિર નજીક આવેલા હોળી ચકલે હોળી પ્રગટાવવામાં આવી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર નજીક આવેલા હોળી ચકલે હોળી પ્રગટાવવામાં આવી .આમ તો યાત્રાધામ ડાકોરમાં અલગ અલગ મોહલ્લાઓમાં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે પરંતુ ડાકોરની મુખ્ય હોળી જે મંદિર નજીક આવેલા હોળી ચકલે પ્રગટાવવામાં આવે છે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ એક જ પરિવારના પરિવાર જન દ્વારા હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. આ હોળી માતાની પૂજા મંદિર તરફથી પણ કરવામાં આવતી હોય છે. મંદિરના ભંડારી મહારાજ આ હોળી માતાએ આવતા હોય છે અને અહીંયા આગળ પૂજા કરી આરતી કરતા હોય છે. આ હોળી માતાનો લાભ પગપાળા આવતા યાંત્રિકો પણ લેતા હોય છે.
સાબરકાંઠામાં વરસાદ વચ્ચે હોળી પ્રગટવવામાં આવી
સાબરકાંઠા જિલ્લામાં વૈદિક હોળી પ્રગટાવવાના મુહૂર્ત પર કમોસમી વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તરોમાં કમોસમી વરસાદ વચ્ચે પણ હોળી પ્રગટાવવામાં આવી. હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમામાં વાઘેલાવાસ પાસે ચાલુ વરસાદે હોળી પ્રગટાવવામાં આવી. હોળી પ્રગટાવી સ્થાનિકોએ વરસાદ વચ્ચે હોળીની પ્રદક્ષિણા કરી.
વડોદરાની સૌથી મોટી હોળી
વડોદરાની સૌથી મોટી હોળી એટલે મંજલપુર ગામની હોળી. 1973 થી મંજલપુર ના લોકો મનાવે છે હોળીનો તહેવાર. હોળીમાં લાકડા, છાંણાં, નાળિયેરનો ઉપયોગ કરાય છે. પતંગોની હારમાળા પણ લગાવવામાં આવે છે. બાળકનો જન્મ થાય તે બાદ બાળકના સ્વાસ્થ્ય માટે પૂજા કરવામાં આવે છે. હોળીની પૂજા રાજપૂત સમાજ કરે અને માળી સમાજ તેને પ્રજ્વલિત કરે છે. હજ્જારોની સંખ્યામાં લોકો પૂજા પાઠ કરે છે.