America Trending: એરપોર્ટ પર મહિલાની બેગમાંથી મળ્યો 'પાલતુ' સાપ, એરલાઈન્સે એક્સ-રે તસવીર જાહેર કરી
Americaના ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓએ એક મહિલાને પકડી લીધી. આ મહિલાની બેગમાં ચાર ફૂટ લાંબો સાપ હતો. મહિલા તે સાપને પોતાની સાથે લઈ જતી હતી.
Snake In Passenger Carry Bag: અમેરિકાના એક એરપોર્ટ પર એક વિચિત્ર ઘટનાએ બધાને ચોંકાવી દીધા. શું તમે વિશ્વાસ કરી શકશો કે કોઈ વ્યક્તિ તેની કેરી બેગમાં સાપ લઈને મુસાફરી કરવા જઈ રહ્યું છે? અમે જાણીએ છીએ કે તમને અમારા શબ્દો અજીબ લાગતા હશે. પરંતુ અમેરિકામાં કંઈક આવું જ બન્યું છે.
મહિલા બેગમાં ચાર ફૂટ સાપ લઈને આવી
અમેરિકાના ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓએ એક મહિલાને પકડી લીધી જેની કેરી બેગમાં ચાર ફૂટ લાંબો સાપ હતો. મહિલા તે સાપને પોતાની સાથે લઈ જતી હતી. ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશને સુરક્ષા તપાસ દરમિયાન લેવાયેલ એક્સ-રે ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એક્સ-રે બૂટ અને લેપટોપ જેવી અન્ય વસ્તુઓ સાથે બેગની અંદર સાપ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
આ ઘટના ડિસેમ્બરમાં બની હતી
TSA અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ગયા મહિને 15 ડિસેમ્બરે બની હતી. એરલાઈને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "તે બેગમાં ડેન્જર નૂડલ છે..મુસાફરની કેરી-ઓન બેગમાં જોવા મળી રહેલો સાપ બોઆ કન્સ્ટ્રક્ટર હતો! એક્સ-રે મશીનમાંથી પસાર થતા પાલતુને પકડવા માટે અમારી પાસે કોઈ સાધન જ નથી. વધુમાં તેની પોસ્ટમાં TSA એ લોકોને એરપોર્ટ પરજતા પહેલા તેમની એરલાઇન્સના નિયુક્ત નિયમો અનુસાર પાલતુ જાનવરોને લઈ જવાના નિયમો તપાસે. આ નિયમોમાં જણાવાયુ છે કે કેરી બેગમાં સાપોને લઈ જવાની અનુમતિ નથી. જો કે કેટલીક એરલાઇન્સ આની પરમીશન આપે છે જો તે સુરક્ષિત હોય તો.
બોઆ કન્સ્ટ્રક્ટર સાપ એક બિન ઝેરી સાપ છે
સીબીએસ ન્યૂઝ અનુસાર મહિલાએ દાવો કર્યો છે કે બર્થોલોમ્યુ નામનો સાપ તેના માટે ખૂબ જ ખાસ છે અને તેનો પાલતુ છે. TSAના પ્રવક્તા લિસા ફાર્બસ્ટીને જણાવ્યું હતું કે "TSAએ એરલાઈનને જાણ કરી હતી કે મહિલા (કેરી-ઓન બેગ સાથે)ને ફ્લાઈટમાં બેસવા માટે ટિકિટ આપવામાં આવી હતી. જો કે એરલાઈને સાપને પ્લેનમાં જવા દીધો ન હતો." તમને જણાવી દઈએ કે બોઆ કન્સ્ટ્રક્ટર બિન-ઝેરી સાપ છે.